Not Set/ બ્લાઈંડ ક્રિકેટ WC : પાકિસ્તાને હરાવી ભારત વધુ એકવાર બન્યું વર્લ્ડ ચેમ્પિયન

શારજહામાં રમાયેલા બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતી. ય ટીમે વધ્ગું એકવાર જીતનો પરચમ લહેરાવ્યો છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને બે વિકેટે હરાવી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ટોસ હારીને  પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૪૦ ઓવરમાં૮ વિકેટના નુકશાને ૩૦૮ રન બનાવ્યા હતા. ૩૦૯ રનનો ટાર્ગેટનો પીછો કરતા ભારતની બ્લાઈંડ ટીમે ૩૮.૨ ઓવરમાં આ […]

Sports

શારજહામાં રમાયેલા બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતી. ય ટીમે વધ્ગું એકવાર જીતનો પરચમ લહેરાવ્યો છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને બે વિકેટે હરાવી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ટોસ હારીને  પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૪૦ ઓવરમાં૮ વિકેટના નુકશાને ૩૦૮ રન બનાવ્યા હતા. ૩૦૯ રનનો ટાર્ગેટનો પીછો કરતા ભારતની બ્લાઈંડ ટીમે ૩૮.૨ ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને વર્લ્ડકપના ખિતાબ પર કબજો કર્યો હતો. ભારત તરફથી સુનીલ રમેશે શાનદાર ૯૩ રનની યાદગાર ઈ ઇનિગ્સ રમી હતી.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને બદર મુનીરના ૫૭ રન, રિયાસત ખાને ૪૮ રન અને કેપ્ટન નિસાર અલીના ૪૭ રનના ઉપયોગી યોગદાનથી ૪૦ ઓવરમાં ૩૦૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે રમેશની શાનદાર ઇનિંગનાં આધારે આ ટાર્ગેટ આઠ બોલ પહેલા મેળવી ટ્રોફી પર કબજો કરી લીધો હતો. નોધનીય છે કે, ભારતીય ટીમે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં પાકિસ્તાનને જ હરાવી ૨૦૧૪ માં ટાઈટલ જીત્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર સહિતના અનેક હસ્તીઓને આ સિદ્ધિ માટે ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી. PM મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “અમારી ક્રિકેટ ટીમને ૨૦૧૮ બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટે શુભકામનાઓ. તમારા પર દેશને ગર્વ છે અને તમારી શાનદાર રમતથી પ્રત્યેક ભારતીયોને પ્રેરિત કર્યા છે. ખરેખર તમે રિયલમાં ચેમ્પિયન છો”.