Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયા સામે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નહી રમી શકે, જાણો શું છે કારણ

ભારતનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીમાં હજુ થોડો સમય થઇ શકે છે કારણ કે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો છે. પંડ્યાની ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ટીમ ઈન્ડિયામાં પ્રવેશ થવાની આશા રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમ્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે […]

Top Stories Sports

ભારતનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીમાં હજુ થોડો સમય થઇ શકે છે કારણ કે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો છે. પંડ્યાની ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ટીમ ઈન્ડિયામાં પ્રવેશ થવાની આશા રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમ્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે જે લગભગ 6 અઠવાડિયા લાંબો રહેશે.

Image result for hardik pandya fail in fitness test

24 જાન્યુઆરીથી ભારત કીવી દેશમાં પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે અને રવિવારે આ પ્રવાસ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. પીઠની ઈજાને કારણે ચાર મહિના બહાર રહ્યા બાદ પંડ્યાની ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ ઓલરાઉન્ડર ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શક્યો ન હતો, જે દર્શાવે છે કે તાજેતરની સર્જરીથી સ્વસ્થ થવા માટે થોડો વધારે સમય લાગશે.

Image result for hardik pandya fail in fitness test

ભારત પાસે ન્યૂઝીલેન્ડમાં આઠ વ્હાઇટ બોલ મેચ રમાવવાની છે અને જોવુ રસપ્રદ રહેશે કે પસંદગીકારો 15 ની જગ્યાએ 16 કે 17 સભ્યોની ટીમમાં પસંદગી કરે છે કે કેમ. હાલમાં મુંબઈમાં ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ પંડ્યાને શનિવારે ભારત એ ટીમનાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. તેને પસંદગીકારોએ રણજી ગેમ્સમાં ટેસ્ટ કર્યા વિના ટીમમાં પસંદ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.