Vadodara News : દરામાં એક વ્યક્તિ પાસેથી પાન કાર્ડમાં સુધારો કરી આપવાના બદલામાં રૂ.500 ની લાંચ લેતા ઇન્કમટેક્ષ ઓફીસ, આયક ભવનના ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ નીતીશ ભારતીની ACBએધરપકડ કરી હતી.
આ બનાવની વિગત મુજબ ફરીયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોવાથી પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવાનો હતો. તેમજ પાનકાર્ડમાં રેસીડન્સીયલ સ્ટેટસ સુધારો કરવાનો હતો. જેથી નીતીશ બસીસ્ટનારાયણ ભારતી ઉ.વ. ૪૧ ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ , ઇન્કમટેક્ષ ઓફીસ, આયક ભવન ને ગઇ તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ રૂબરુમાં લેખિત અરજી આપી હતી. જેમાં નીતીશ ભારતીએ ફરીયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા સારુ યેનકેન પ્રકારે બહાના બતાવી ડોકયુમેન્ટ મંગવાતા હતા.
ત્યારબાદ ફરીયાદીને ફોન કરીને રૂ.500 ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય જેઓએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
