કચરાનું કામ ભલે ફક્ત કચરાનું કહેવાતું હોય, પરંતુ જો તે ન થાય તો આખું શહેર કચરો બની જાય છે. તેથી કચરાને કચરો કહીને ભલે વગોવવામાં આવે, પણ તેના વગર ચાલતુ નથી. પણ કૌભાંડીઓને તો કચરામાં પણ કંચન દેખાતું લાગે છે. બનાસકાંઠામાં કચરો ઉપાડવાના કામમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકાના ભૂતપૂર્વ ચેરમેન અને વર્તમાન નગર સેવકે નગરપાલિકાના કચરો ઉપાડવામાં કામમાં કૌભાંડનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી છે. ફક્ત આક્ષેપ જ નહીં તેની સાથે તેમણે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ચીમનભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત મ્યુનિસિપાલિટીના કમિશ્નરને કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આખા વિસ્તારમાં ચોરે અને ચૌટે આ કૌભાંડની અને ચીમનભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવાની વાત જ ચર્ચામાં છે. તેના કારણે ઉનાળા સમયે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે.
પાલનપુર નગરપાલિકા શહેરના જાહેર સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશન માટે દર મહિને રૂ. 45 લાખનું બિલ ઉધારવામાં આવી રહ્યુ છે. આ બિલ ઉધારવામાં આવે તેની સામે વાંધો નથી, પણ આ બિલમાં જે સમજાવવામાં આવે છે તે મુજબની કામગીરી થતી જ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ નગરપાલિકાના સભ્ય અને ભૂતપૂર્વ પ્રમુખ અમરત જોશીએ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર પ્રમાણે જુદું-જુદું ટેન્ડર પ્રમાણે જુદાં-જુદાં રોડ, ડિવાઇડર, ફૂટપાથ સાથેની સફાઈ કરવા માટે એક કિલોમીટરનો ભાવ, સાધનો, મેનપાવર એજન્સીએ મૂકવાના હોય છે. હવે તેની સામે હકીકત એ છે કે સ્વીપરથી એક મહિનામાં જ સફાઈ થાય છે, પણ તેનું બિલ મૂકવામાં આવે છે તે રોજનું મૂકવામાં આવે છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે દરબાર વેસ્ટ કોર્પોરેશન અને ડોર-ટુ-ડોર કચરો ઘરાવતી ડી.કે. નાકરાણી એજન્સીનું દર મહિને 26 લાખ રૂપિયાનું બિલ બને છે. તેમા પણ સફાઈનું રાત્રિનું કામકાજ ઉમેરવામાં આવે તો દર મહિને 45 લાખ રૂપિયાનો ખર્ચ દર મહિને થઈ રહ્યો છે.
હવે તંત્રએ આટલો મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો શહેર સ્વચ્છ હોવું જોઈએ, પણ સ્થિતિ તેનાથી વિપરીત છે. દર મહિને 45 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં પણ ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આના કારણે નાગરિકો આની સામે ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા હતા, તેના પગલે અમે જાતે તપાસ કરી હતી અને આ તપાસ પછી અમે જોયું કે સફાઈનું બિલ પૂરેપૂરુ મૂકાય છે, પરંતુ પૂરેપૂરી સફાઈ થતી નથી. સફાઈ કામદારો પણ રોજ આવતા નથી, છતાં પણ તેમના બિલ બની જાય છે. તેથી અમને આ સ્પષ્ટપણે કૌભાંડ લાગી રહ્યું છે. લોકોની સફાઈ અંગેની કેટલીય ફરિયાદો છે, કેટલાય વિસ્તારો જાણે નરક સમાન બની ગયા હોય તેવી સ્થિતિ છે.
આના પગલે નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી સામે નગરપાલિકા અધિનિયમ 163ની કલમ 37 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રમુખપદેથી તેમજ સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. અમરત જોશીએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દે સીધી મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે.
બીજી બાજુએ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ તેમના પર કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે મારા પર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે તેવી કોઈ લેખિત વાત હજી સુધી આવી નથી, પણ મેં સાંભળ્યું છે કે અમરત જોશીએ સીધી ગાંધીનગર અરજી કરી છે. તેથી અમારા પર અરજી આવશે ત્યારે અમે તેના યોગ્ય જવાબો શોધીશું.
બીજી તરફ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ તેમના ઉપર કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે મારા ઉપર આવા આક્ષેપો થયા છે તેવી મને કોઈ લેખિત અરજી મળી નથી. અમરત જોશીએ સીધી ગાંધીનગર અરજી કરી છે. જેથી અમારી ઉપર અરજી આવશે તો અમે તેના યોગ્ય જવાબો કરીશું. જે એજન્સી કામ કરે છે તેને અમે અત્યાર સુધી 7 નોટિસો પણ આપી છે. કોઈ નવી એન્જસી કામ કરવા તૈયાર થશે તો તેને કામ આપી દઈશું. તેમના પરના ભ્રષ્ટાચારના આક્ષેપો અને રાજીનામાની માંગ અંગે તેમણે જણાવ્યું હતું કે આ બધી રજૂઆત ઉપર થઈ છે. હવે આ મુદ્દાને લઈને અમને જે-જે સવાલો ઉપરથી પૂછવામાં આવશે તેનો અમે જવાબ આપીશું.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
