New Delhi News/ ભારતે પાકિસ્તાની પીએમ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક કરી: 4 ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWC ની બેઠકમાં કહ્યું કે હુમલા પર સરકારની રણનીતિ સ્પષ્ટ નથી

Top Stories India

New Delhi News : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. આ ઉપરાંત ક્રિકેટર બાબર આઝમ, હરિસ રૌફ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWC ની બેઠકમાં કહ્યું કે હુમલા પર સરકારની રણનીતિ સ્પષ્ટ નથી, જ્યારે સમગ્ર વિપક્ષ સરકારની સાથે છે.

દરમિયાન, પાકિસ્તાને 2 દિવસ પછી વાઘા બોર્ડર ખોલી દીધી છે. ૩૦ એપ્રિલથી સરહદ બંધ હતી. આ પછી ઘણા પાકિસ્તાની નાગરિકો પોતાના દેશમાં પાછા ફરી શક્યા નહીં. આજે 21 પાકિસ્તાની નાગરિકોને દેશમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ લોકો વિઝા સસ્પેન્ડ થયા બાદ ભારતીય સરહદમાં ફસાયા હતા.22 એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓના ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.પહેલગામ હુમલો – આજના 2 મોટા અપડેટ્સ…

ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ને પાકિસ્તાનને આપવામાં આવેલી લોનની સમીક્ષા કરવા જણાવ્યું છે. શુક્રવારે ભારત સરકારના એક સૂત્રએ રોઇટર્સને આ માહિતી આપી.પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે એ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો આતંકવાદ સાથેનો ઇતિહાસ રહ્યો છે. ગુરુવારે અગાઉ સ્કાય ન્યૂઝે બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદન પર પ્રશ્ન પૂછ્યો હતો. પહેલગામ હુમલા બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે

પાકિસ્તાન 30 વર્ષથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.

શુક્રવારે NIA અને ફોરેન્સિક ટીમ તપાસ માટે પહેલગામની બૈસરન ખીણ પહોંચી હતી. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. તેમની પાસે રાશન અને પાણી છે, તેથી તેઓ આ પહાડી વિસ્તારોમાં લાંબા સમય સુધી રહી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદનું ગુપ્ત ઠેકાણું મળી આવ્યું, ખુલ્લામાં રહે છે આરામથી,જુઓ ફોટો

આ પણ વાંચો:પહેલગામ આતંકવાદી હુમલામાં લશ્કર ચીફ હાફિઝ સઈદની ભૂમિકાનો ખુલાસો

આ પણ વાંચો:હાફિઝ સઈદના પુત્રએ કાશ્મીરની આઝાદી માટે લીધા શપથ, પીએમ મોદીનું પણ લીધું નામ