Surat News ગામડાનાં ગરીબ (poor) લોકો સારવાર માટે ક્યારેક ઝોલાછાપ ડોક્ટરો (Doctor) પાસે જઈને ઈલાજ (treatment) કરાવતા હોય છે. જેના લીધે ઘણીવાર દર્દીઓના (Patient) મોત પણ થતા હોય છે. દેશમાં જાણે ઝોલાછાપ ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ અવારનવાર આવા ડોક્ટરો ઝડપાતા હોય છે. ત્યારે સુરત શહેરમાંથી એક આવો જ એક ઝોલાછાપ તબીબ ઝડપાયો છે. સુરતના ગભેણી રોડ પર આ નકલી તબીબ ક્લિનિક ચલાવતો હતો.
જે મામલે સુરતમા સચિન GIDC પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતા પોલીસે ગભેણી રોડ પર યોગેશ્વરનગરમાં આવેલી ક્રિષ્ના ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા અને આ નકલી તબીબ અનુપ મનીમોહન સરકારને ઝડપી લીધો હતો. આ નકલી તબીબ બિમારોને એલોપેથી દવા આપીને સારવાર કરતો હતો. આ ઝોલાછાપ તબીબ દર્દીઓને બોટલ પણ ચડાવી આપતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે આ નકલી તબીબને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![]()
આ પણ વાંચો: સુરતમાં કોંગ્રેસના યુવા નેતા નુરું ચાઈનીઝ સામે ખંડણીનો એક વધુ ગુનો નોંધાયો
આ પણ વાંચો: સુરતમાં શિક્ષિકા ગર્ભવતી હોવાથી હતી અજાણ, વધુ ખુલાસા થવાની શક્યતા
આ પણ વાંચો: સુરતના સારોલીમાં મોડેલિંગ કરતી યુવતીએ ગળાફાંસો ખાધો
