National news પાકિસ્તાન (Pakistan) અને ભારત (India) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને પીએમ મોદી સતત બેઠકો (Meetings) કરી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે આજે પીએમ મોદી અને રક્ષા સચિવ રાજેશ કુમાર વચ્ચે બેઠકો (meetings) શરુ થઈ ગઈ હતી. તે પહેલા પીએમ મોદીએ રવિવારના રોજ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સાથે મુલાકાત કરી હતી. તે બંને વચ્ચે લગભગ 40 મિનિટ જેટલી બેઠકો ચાલી હતી. બંને વચ્ચે સુરક્ષા અને રક્ષા તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ હતી. તે દરમિયાન એર ચીફ એર માર્શલ એપી સિંહે પહલગામ આતંકવાદી હુમલાની પૃષ્ટભૂમિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને વડાપ્રધાન મોદીએ ચર્ચા અને બેઠકોનો દૌર શરુ કર્યો છે.
ઓમર અબદુલ્લા સાથે PMની મુલાકાત
વડાપ્રધાન મોદીએ તે દરમિયાન જમ્મુ અને કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 25 મિનિટ સુધી વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં આતંકવાદને ખત્મ કરવાને લઈને ખૂબ જ અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પહલગામ ઘાટીમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. ત્યારથી જમ્મુ અને કાશ્મીરનું પર્યટન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. પહલગામ હુમલા પછી સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
બંને દેશો વચ્ચે તંગદિલી
છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે એક પછી એક ઘણા પગલાંઓ લીધા છે. જે પછીથી પાકિસ્તાનમાં ભય જોવા મળી રહ્યો છે. એક બાજુ પાકિસ્તાનના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, ભારત તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનની સેના પોતે જ જમ્મુ અને કાશ્મીરમાં loc પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. પાકિસ્તાન તરફથી છેલ્લા 11 દિવસોથી સતત સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ પાકિસ્તાનના ફાયરિંગનો જબડાતોડ જવાબ આપી રહી છે.
આ પણ વાંચો: જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
આ પણ વાંચો: ચીનના અતિક્રમણનો ભારતીય લશ્કરે બહાદુરીથી જવાબ આપ્યોઃ રાજનાથસિંહ
આ પણ વાંચો: તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન
