Gujarat Weather/ ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું

રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિ કલાક રહેશે

Top Stories Gujarat

Gujarat Weather: ગુજરાતમાં હજુ પણ 24 કલાક તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠા (Unseasonal Rainfall)ની સંભાવનાઓ છે. આવતીકાલે 9 અને 10 મે હળવા અને છૂટા છવાયા ઝાપટા પડવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

આજે રાજ્યમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી છે. બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પછી પણ પાણીનું સ્તર ઘટ્યું નથી. વહીવટીતંત્રે સાબરમતી નદી કિનારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બેરેજની બીજી બાજુના વિસ્તારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બેરેજના વધુ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે. સાણંદ, ધંધુકા, ધોળકા, ખેડા સહિતના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Heavy rain predicted till August 22, Gujarat on alert | Ahmedabad News - The Indian Express

સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, રાજ્કોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જુનાગઢ અને બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

નવી આગાહી મુજબ, રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિ કલાક રહેશે. રાજ્યમાં ક્યાંક રેડ એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે.

Ahmedabad at standstill after heavy rains lash the city - IBTimes India

ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવને તારાજી સર્જી છે, પરંતુ મુશ્કેલી હજુ પૂરી થઈ નથી. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 10 મે સુધી ભૂસ્ખલનનો ભય હજુ પણ ટકી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે અને વીજળી પડવાનો ભય છે.

8મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા વરસાદ અને ભારે પવનની અપેક્ષા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેના કારણે ટ્રાફિક અને રોજિંદા જીવન પર અસર પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી

આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો

આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક