Operation Sindoor/ ભારતીય હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ નાશ પામ્યું, PSL મેચ રદ

પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે. હવે ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો કરીને તે સ્ટેડિયમનો નાશ કર્યો છે.

Top Stories Breaking News

Operation Sindoor: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે. હવે ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો કરીને તે સ્ટેડિયમનો નાશ કર્યો છે. આ કારણોસર, હવે આ સ્ટેડિયમમાં યોજાનારી બધી મેચ રદ કરવામાં આવી છે. ભારતના ડ્રોન હુમલામાં સ્ટેડિયમ નાશ પામ્યું છે.

પાકિસ્તાન સુપર લીગ 2025 હાલમાં પાકિસ્તાનમાં આયોજિત થઈ રહી હતી, જ્યાં 8 મેના રોજ રાવલપિંડીના મેદાન પર પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે મેચ યોજાવાની હતી. પરંતુ હવે ભારતે ડ્રોન હુમલા દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે અને સ્ટેડિયમને ઉડાવી દીધું છે.

પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના 15 સૈન્ય સ્થળોએ મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. ભારતીય સેનાએ આ હુમલાનો જવાબ આપતાં આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી સહિત છ સ્થળોએ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાં રાવલપિંડીનું સ્ટેડિયમ, લાહોરમાં એર ડિફેન્સ યુનિટ નષ્ટ થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય સેનાએ આતંકી ઠેકાણાઓને કર્યા તબાહ, સેનાએ જાહેર કર્યા વીડિયો

આ પણ વાંચો:Operation Sindoor Live: PM મોદી રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા

આ પણ વાંચો:પહેલગામનો રક્તરંજિત બદલો “ઓપરેશન સિંદુર”, ત્રિપાંખીયા હુમલાથી પાકિસ્તાનની તૂટી કમર