Breaking News: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર-58 માં પંજાબ કિંગ્સ (PBKS) દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મેચ બંધ કરવામાં આવી છે. સ્ટેડિયમની ફ્લડલાઇટ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે મેચ બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સનો સ્કોર 10.1ઓવરમાં એક વિકેટના નુકસાને 122 રન હતો.
પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, નેહલ વાધેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ-11: ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ હજુ સુધી IPL ટાઇટલ જીતી શક્યા નથી. પંજાબ ફક્ત એક જ વાર ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યારે તેને 2014 માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, દિલ્હી પણ 2020 IPL સીઝનની ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે 17 મેચ અને દિલ્હી કેપિટલ્સે 16 મેચ જીતી હતી.
આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે
આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો
આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?
