Breaking News/ કડીમાં આઈસર-રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, ચાર લોકોના મોત

કડી તાલુકાના નંદાસણ રોડ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.

Top Stories Gujarat Others Breaking News

 Breaking News: કડી તાલુકાના નંદાસણ રોડ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઊંટવા પાટિયા પાસે જય ભોલે હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ  છે. રિક્ષા અને આઈસ્ક્રીમ ટ્રક વચ્ચે થયેલી આ ટક્કરમાં રિક્ષામાં સવાર ચાર લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, મૃતકો મૂળ પાટણના રહેવાસી હતા અને હાલમાં નંદાસણમાં રહેતા હતા. રિક્ષા નંબર GJ 18 BY 1537 અને રિક્ષા નંબર GJ 2 ZZ 440 વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.

મૃતકોમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી

આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો