Amreli News : અમરેલી-ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજુલાના હિંડોરણા રોડ નજીક મીરા દાતાર પાસે એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં રાજુલા-જાફરાબાદ રોડ પર એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ટ્રીપલ ટક્કર થઈ હતી. જેમાં ૩ લોકોના મોત થયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જાણવા મળ્યું છે કે આ લોકો પાદરાના રહેવાસી છે અને દીવથી આવી રહ્યા હતા.એસટી બસના પાછળના ભાગ સાથે અથડાતાં બાઇક સવાર ઘાયલ થયો. પ્રાથમિક માહિતી મુજબ, ખોટી દિશામાંથી આવતી સ્વિફ્ટ કાર કૂદીને એસટી બસની બાજુમાં અથડાઈ જતાં આ અકસ્માત થયો હતો. બચાવ કામગીરી માટે રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેના પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.હાઇવે પર વાહન ચાલકો માટે સલામતીના પગલાં વધારવાની માંગ છે. આ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી
આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો
