Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભીષણ ગરમી બાદ માવઠા (Unseasonal rain)નો કહેર વર્તાઈ રહ્યો છે. ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.
આજે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. બાદમાંં 19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દબાણને કારણે 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે, ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમકે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્ર જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, પ્રદેશના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે પડશે વરસાદ
