Delhi News : દિલ્હીમાં બનેલા એક કરૂણ બનાવમાં નિર્માણાધીન બિલ્ડીંગ તૂટી પડતા બે જણાના મોત નીપજ્યા હતા. જ્યારે બિલ્જીંગના કાટમાણ નીચે 6ણ લોકો દબાયા હોવાની શંકા સેવાઈ રહી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શનિવારે બનેલી આ ઘટનામાં કાટમાળમાં અન્ય ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. દિલ્હી પોલીસે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.બનાવની જાણ થતા જ NDRF, ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ દૂર કરવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ છે.
અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક વહીવટીતંત્રે આસપાસના વિસ્તારને ખાલી કરાવી દીધો છે અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે દિલ્હી અને NCRના ઘણા ભાગોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. પવનની ગતિ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી, જેના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા હતા અને વીજળીના તાર તૂટી ગયા હતા.
પૂર્વ દિલ્હીના ન્યૂ અશોક નગરમાં આવેલા RRTS સ્ટેશન પર ટીનની છતનો એક ભાગ ભારે પવનને કારણે ઉડી ગયો હતો, જેના કારણે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ સ્ટેશનનો એક ભાગ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દિલ્હીમાં હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. વહીવટીતંત્રે લોકોને સાવધ રહેવાની અને ઝાડ કે નબળા બાંધકામોની નજીક ન જવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:હરિયાણામાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરના અંતિમ સંસ્કાર કરાયા
આ પણ વાંચો:દિલ્હી-NCRઅને હરિયાણામાં ધૂળનું વાવાઝોડું, આગામી થોડા કલાકોમાં આ વિસ્તારોમાં વરસાદની ચેતવણી
આ પણ વાંચો:ત્રણ યુદ્ધમાં વપરાયેલ, ફિરોઝપુરમાં એરફોર્સ રનવે વેચાયો, પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત
