Gandhinagar News : મોબાઈલ ફોનના વધતા ઉપયોગને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મોબાઈલના વપરાશ પર નિયંત્રણ લાવવાનો સમય પાકી ગયો હોવાનું કહ્યું હતું. તે સિવાય તેમણે મોબાઈલનો વપરાશ શરુ કર્યા બાદ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાનું પણ જણાવ્યું હતું.
આપણે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે પ્રયાસ કરવો પડશે, એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે આવનાર પેઢી માટે આ વિષય પડકાર અને ચિંતાજનક હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું. સમાજે મોબાઈલના વપરાશ પર નિયંત્રણ લાવવું પડશે, એમ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
સૌથી પહેલા આપણે આ બાબતે ગંભીર બનવું પડશે, એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડના ભારત સ્થિત હાઇકમિશનર પેટ્રિક રાટા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝ ચેનલની ધારદાર અસર ,ગાંધીનગરમાં સ્કૂલવાન ચેકિંગના આદેશ
