Mahesana News: મહેસાણા (Mahesana)માં 6 દીકરીઓના બાળલગ્ન (Child Marriage) અટકાવાયા છે. બહુચરાજીનાં ફીંચડી ગામે 18 વર્ષથી ઓછી ઉંમરની 6 દીકરીઓના લગ્નની જાણ થતાં જ સમાજ સુરક્ષાના અધિકારીઓ એક્શનમાં આવી બાળ વિવાહ થતાં અટકાવ્યા હતા.
ભારત દેશને આઝાદ થયાને 7 દાયકા થઈ ગયા છે. વિશ્વમાં છઠ્ઠું મોટું અર્થતંત્ર ધરાવતું અને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ આગળ વધતા દેશમાં આજે પણ અંતરિયાળ ગામડાઓમાં બાળલગ્નને અટકાવવા સરકાર જાગ્રત દેખાય છે. દીકરીઓના લગ્ન અટકાવી તેમને નર્ક જેવી યાતનાઓની પીડામાંથી પણ મુક્ત કરાય છે. બેટી બચાવો, બેટી પઢાઓ જેવા અનેક સૂત્રોનો અમલ કરવામાં આવતા છતાં ઘણી જગ્યાએ આજે પણ કાયદા-વ્યવસ્થાનો ડર રાખ્યા વિના સમાજનાં કેટલાક લોકો દીકરીઓના નાની ઉંમરે જ લગ્ન કરાવી સાસરે વળાવી દે છે.
મહેસાણા (Mahesana)માં પણ આવો જ કિસ્સો બન્યો છે. બહુચરાજીના ફીંચડી ગામે બાળલગ્ન (Child Marriage)ની ઘટના સામે આવી છે. સમાજ સુરક્ષાનાં અધિકારીઓએ 6 દીકરીઓના બાળ લગ્ન અટકાવ્યા છે. ફીંચડી ગામે ઠાકોર સમાજની 18 વર્ષથી ઓછી ઉંમરની 6 દીકરીઓના લગ્ન હતા. સમાજ સુરક્ષા અધિકારીને જાણ થતાં જ એક્શનમાં આવ્યા હતા. એક રાજકીય આગેવાને જ તંત્રને જાણ કર્યાની માહિતી સામે આવી છે. સર્વે મુજબ જિલ્લામાં બાળ લગ્ન (Child Marriage)નું પ્રમાણ 32.30 ટકા છે, જે ખૂબ જ ચોંકાવનારૂ છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લીંબડીમાં 181 અભયમ મહિલા ટીમ દ્વારા બાળલગ્ન અટકાવાયાં
આ પણ વાંચો:ઈરાકમાં થશે બાળલગ્ન? સરકારે સંસદમાં રજૂ કર્યુ વિચિત્ર બિલ
આ પણ વાંચો:રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 4 બાળલગ્ન અટકાવ્યા
