Ahmedabad News/ અમદાવાદના બાપુનગરમાંથી 6 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન સાથે મહિલા સહિત બે ઝડપાયા

SOG ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાં રહેતી મહિલા સહિત બે જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : SOG ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે બાપુનગરમાં રામદેવનગર ત્રણ રસ્તા, ગજાનંદ પાર્કિગની સામે કેટલાક શખ્સો ડ્રગ્સના જથ્થા સાથે આવવાના છે.
આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી.

જેમાં જુહાપુરાના ફતેવાડી ખાતે આશ્વાદ વિલામાં રહેતી શેરબાનુ ઉર્ફે સોનુ મહંમદ નદીમ અન્સારી(24) અને જુહાપુરાન ફતેવાડી સ્થિત ઈબ્રાહીમ મસ્જિદની બાજુમાં સલમાન રો-હાઊસમાં રહેતા અદનાન ઉર્ફે બાબા આરીફભાઈ શેખ (18)ની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી પોલીસે રૂ.5,97,000 ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો તથા અન્ય ચીજો મળીને કુલ રૂ.6,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ આ જથ્થો ક્યાંથી મેળવ્યો અને તે કોને આપવાના હતા તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ