Bhavnagar News: ભાવનગર (Bhavnagar)નાં વલ્લભીપુરમાં ભાઈ-બહેનનો સંબંધ લજવાય તેવી ઘટના સામે આવી છે. રક્ષા કરતો ભાઈ જ બહેન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજયુ હતું. તબીબોએ યુવતીને 7 માસનો ગર્ભ હોવાનું તારણ કાઢતાં યુવતીના ભાઈએ પિતરાઈ ભાઈ સામે ફરિયાદ કરી છે.
ભાવનગર જીલ્લામાં વલ્લભીપુરમાં ભાઈએ ‘ભાઈ’નાં સંબંધને લજવી દે તેવી કંપારી છુટી જાય તેવી ઘટના બની છે. પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યાની ઘટના નોંધાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર 22 વર્ષીય બહેન પર પિતરાઈ ભાઈએ પ્રેમ સંબંધ રાખી અવારનવાર દુષ્કર્મ (Rape) આચરતો હતો. યુવતીને દુ:ખાવો ઉપડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
યુવતીએ તેના પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. તબીબોના તારણનાં યુવતીનાં ભાઈએ પિતરાઈ ભાઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરાધમ આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આરોપી ન પકડાય ત્યાં સુધી તેનો મૃતદેહ નહીં સ્વીકારે તેમ માગ કરી છે. હાલ વલ્લભીપુર પોલીસે આરોપીને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ
