Gujarat Weather/ વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ગીરસોમનાથ, દીવ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

Top Stories Gujarat Others

Gujarat Weather: હવામાન વિભાગે ભારે પવન અને વીજળી સાથે અતિભારે વરસાદ (Heavy rainfall)ની આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD)એ  40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. ગુજરાતના મોટાભાગના બંદરો પર સિગ્નલ નંબર DC 1 આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં આખો દિવસ ભારે ગરમી બાદ રાત્રે વાવાઝોડું આવતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. ધૂળની ડમરીઓ ઉડતાં કાચા મકાનોના પતરાં ઉડી ગયા હતા.

સાબરકાંઠામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ (Dharoi Adventure fest)ના ટેન્ટ વાવાઝોડામાં ઉડતા જોવા મળ્યા છે. એડવેન્ચર ફેસ્ટમાં આવેલા પ્રવાસીઓના જીવ ઘડીકભર તાળવે ચોંટ્યા હતા. ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો વાવાઝોડા સમયનો વીડિયો વાયરલ થયો છે. શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુક્યો હતો. ભારે પવન ફૂંકાતા એડવેન્ચર ફેસ્ટને મોટું નુક્સાન થવા પામ્યું છે. મહેસાણાનાં ઊંઝામાં ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ગીરસોમનાથ, દીવ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ગરમીથી રાહત મળશે. ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને 8 જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે.

પરંતુ આ વખતે ચોમાસુ અપેક્ષા કરતા 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે. નિષ્ણાતો કહે છે કે હવામાન પરિવર્તનને કારણે, હવામાનમાં સતત ફેરફારને કારણે હવામાન હવે અનિશ્ચિત બની રહ્યું છે. હવે ક્યારે અને કેટલો વરસાદ પડશે તે નક્કી કરવું મુશ્કેલ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ વધ્યો છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે હોવાથી ચોમાસાના પવનો વધુ સક્રિય થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર પર નીચા દબાણની સિસ્ટમ રહે છે.

આ સાથે, દક્ષિણથી ઉત્તર તરફ જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાદળો બની રહ્યા છે. આ 3 કારણો છે જેના કારણે ચોમાસાને આગળ વધવાની સ્થિતિ સર્જાઈ છે. જો કે, એવી પણ આશંકા છે કે જો ચોમાસું વહેલું આવે અને ધીમું કે નબળું રહે, તો એકંદર વરસાદ ઓછો થઈ શકે છે અને ક્યારેક એવું પણ બને છે કે ચોમાસું મોડું આવે છે, પરંતુ લાંબા સમય સુધી રહે છે અને સારો વરસાદ આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી