Banaskantha News/ પાલનપુરનાં પ્રણવ મિસ્ત્રીની NFSUમાં સાયબર સિક્યુરિટી એડવાઈઝર તરીકે નિમણૂક

મિસ્ત્રી સિક્સ્થ સેન્સ (કમ્પ્યુટર સિસ્ટમ્સ) પરના તેમના કાર્ય માટે જાણીતા છે.  ફોર્બ્સ ઇન્ડિયાના પર્સન ઓફ ધ યર 2009 માટે નોમિનેટ પણ થયા હતા.

Top Stories Gujarat

Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)ના પાલનપુર (Palanpur)નાં વતની પ્રણવ મિસ્ત્રી (Pranav Mistry)ની કેન્દ્રીય ગૃહ વિભાગમાં સાયબર સિક્યુરિટી એડવાઈઝર (Cyber Security Advisor) તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રણવ મિસ્ત્રી સેમસંગ (Samsung)માં પ્રેસિડેન્ટ તરીકે રહી ચુક્યા છે. જ્યાં તેમણે સિક્સ્થ સેન્સ (Sixth Sense) પર શોધ કરી હતી. તેમણે લિંકડઈન (LinkedIn) પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી જાણ કરી હતી.

Samsung's Pranav Mistry joins advisory board of Kochi's Startup Village | India News – India TV

કોણ છે પ્રણવ મિસ્ત્રી?

પ્રણવ મિસ્ત્રીનો જન્મ બનાસકાંઠાના પાલનપુરમાં થયો હતો. તેમણે નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. બાદમાં ડિઝાઇનિંગ માટે માસ્ટર્સ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ (IIT-B) ગયા. પીએચ.ડી.નો અભ્યાસ કરવા માટે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગયા હતા. તેમણે સ્નાતકની ડિગ્રી મેળવતા પહેલા જ આર્કિટેક્ચર કોલેજ છોડી દીધી હતી. બાદમાં તે સંશોધન સહાયક અને પીએચ.ડી. કર્યુ હતું. MIT મીડિયા લેબમાં ફેલો. ઉમેદવાર બન્યા હતા.

text, letter

પ્રણવ 2012 માં સેમસંગમાં રિસર્ચ ડિરેક્ટર તરીકે જોડાયા અને હાલમાં ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તેમણે સપ્ટેમ્બર 2013 માં સેમસંગ ગેલેક્સી ગિયર સ્માર્ટવોચ લોન્ચ કરી હતી. MIT માં જોડાતા પહેલા પ્રણવ માઇક્રોસોફ્ટ સાથે UX સંશોધક તરીકે કામ કરતા હતા. ભૂતકાળમાં, તેમણે ગૂગલ, સીએમયુ, નાસા, યુનેસ્કો, જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે પણ કામ કર્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum) દ્વારા તેમને 2013 માં યંગ ગ્લોબલ લીડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. મિસ્ત્રી સિક્સ્થ સેન્સ (કમ્પ્યુટર સિસ્ટમ્સ) પરના તેમના કાર્ય માટે જાણીતા છે.  ફોર્બ્સ ઇન્ડિયા (Forbes India)ના પર્સન ઓફ ધ યર 2009 માટે નોમિનેટ પણ થયા હતા.

India-Born Pranav Mistry Named Samsung Electronics Vice-President; Key Facts of New Company Chief - IBTimes India


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Generative AI માનવીય સભ્યતા માટે આશીર્વાદ છે કે અભિશાપ

આ પણ વાંચો:AI દ્વારા અવાજની ચોરી કેવી રીતે થાય છે? ભારતમાં પણ કેસ વધી રહ્યા છે

આ પણ વાંચો:એશિયાની સૌથી મોટી AI ઈવેન્ટ આ રાજ્યમાં યોજાશે! ક્રિકેટરોથી લઈને કલાકારો સામેલ થશે