Bhuj News/ ભુજમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

આજે સવારે વડોદરા અને દાહોદની મુલાકાત બાદ તેઓ બપોરે ભુજ પહોંચ્યા છે

Gujarat Top Stories

Bhuj News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે વડોદરા અને દાહોદની મુલાકાત બાદ તેઓ બપોરે ભુજ પહોંચ્યા છે. અહીં તેમનો રોડ શો યોજાયો હતો. જેમાં લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. દરમિયાન ભુજમાં વડાપ્રધાન 53,414 કરોડ રૂપિયાના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

જેમાં ભુજના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી સહિતનો સમાવેશ થાય છે. ભુજમાં વડાપ્રધાન જનસભાને પણ સંબોધન કર્યું હતું. ભુજ બાદ PM નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવશે. અહીં પણ તેમનો રોડ શો યોજાવાનો છે. જેને લઈને AMC દ્વારા તૈયારી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ

આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન

આ પણ વાંચો:પહેલગામ હુમલા પછી શાહબાઝ શરીફ ભારતનું અનુકરણ કરવા માટે તૈયાર, પીએમ મોદીની એરબેઝની મુલાકાત અને ચેનલ પ્રતિબંધ