Madhyapradesh News/ હાઇવે પર અશ્લીલ કૃત્ય કરનાર ભાજપ નેતાને કોર્ટમાંથી જામીન મળ્યા, વાંધાજનક વીડિયોના સંદર્ભમાં ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

ભાજપના નેતા મનોહર લાલ ધાકડ મોટા નેતાઓના સંપર્કમાં હતા

India

Madhyapradesh News : મંદસૌર જિલ્લા પંચાયત સભ્યના પતિ અને બીજેપી નેતા મનોહર લાલ ધાકડે હાઈવે પર અભદ્ર કૃત્ય આચર્યું હતું. પોલીસે ગઈકાલે તેની ધરપકડ કરી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે મનોહર લાલ ધાકડને જામીન પર મુક્ત કર્યા છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ભાજપ નેતા મનોહર ધાકડના વાયરલ વાંધાજનક વીડિયોના સંદર્ભમાં ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.બરતરફ કરાયેલા કર્મચારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના નથી પરંતુ તેઓ MKC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે સંકળાયેલા હતા, જે NHAI સાથે કરાર પર કામ કરતી રોડ મેન્ટેનન્સ અને મોનિટરિંગ એજન્સી છે.

NHAI ના પ્રોજેક્ટ ડિરેક્ટર સંદીપ પાટીદારે જણાવ્યું હતું કે NHAI એ MKC કંપનીને વાયરલ થયેલા વીડિયો અંગે જાણ કરી હતી, ત્યારબાદ તપાસ બાદ, કંપનીએ ત્રણ દોષિત કર્મચારીઓને બરતરફ કર્યા હતા. આ બધા કર્મચારીઓ ૧૩ મેની રાત્રે નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.વહીવટીતંત્રની કડકતા અને સંવેદનશીલ ફૂટેજની ગુપ્તતાને કારણે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેખરેખ અને નિયંત્રણનું સ્તર વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

વીડિયો વાયરલ કરતા પહેલા તેણે મનોહર લાલ ધાકડ પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પછી ૧૫ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો, પરંતુ ભાજપના નેતાએ તેને હળવાશથી લીધો અને મામલો થાળે પાડી દીધો. જ્યારે તેણે પૈસા ન આપ્યા, ત્યારે એક-બે દિવસ પછી ટોલ કર્મચારીઓએ વીડિયો વાયરલ કરી દીધો. આ મુદ્દો એટલો બધો વધી ગયો કે તે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. નેતાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. પોલીસ બ્લેકમેઇલિંગના આધારે તેની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ભાજપના નેતા મનોહર લાલ ધાકડ મોટા નેતાઓના સંપર્કમાં હતા. આ વીડિયો વાયરલ થયા પછી, પ્રદેશ પ્રમુખ વીડી શર્મા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા અને ભાજપ જિલ્લા પ્રમુખ સાથેના તેમના ફોટા વાયરલ થવા લાગ્યા. જે બાદ, ભાજપના નેતાઓના દબાણને કારણે, મનોહર લાલ ધાકડે રવિવાર, 25 મેના રોજ મંદસૌરના ભાનપુરા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.ભાજપ હવે આ બાબતે ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે.

ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું કે મનોહર લાલ ધાકડ ભાજપના ઓનલાઈન સભ્ય છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ધાકડના પત્નીએ તેમને ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, ભાજપ જિલ્લા પ્રમુખના આ નિવેદન બાદ, ભાજપની ઓનલાઈન સભ્યપદ પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.મનોહર લાલ ધાકડ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળેલી મહિલા હાલમાં ફરાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક સરકારી શાળામાં શિક્ષિકા છે. તે મંદસૌર શહેરમાં રહે છે. તે નજીકના ગામમાં ભણાવવા જાય છે. જોકે, પોલીસે મહિલા વિશે કોઈ માહિતી આપી નથી.ભાજપના નેતા મનોહર લાલ ધાકડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ હાઇવે પર એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ વાંધાજનક અને શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના ડિફેન્સ સેક્ટરમાં 7 કંપનીઓ સાથે 7 હજાર કરોડના MOU

આ પણ વાંચો: વાઇબ્રન્ટમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ પણ ભાગ લેશે

આ પણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રેઆત્મનિર્ભર બનવાની દિશામાં iDEXની મહત્વપૂર્ણ ભૂમિકા: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ