Gujarat Weather: રાજ્યમાં હાલમાં સક્રિય અપર એર સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ (Upper Air Cicular Cyclonic System)ને કારણે હવામાનમાં ફેરફાર થયો છે. પરંતુ આજે આ સિસ્ટમ અરબ સાગર (Arab sea) તરફ આગળ વધતાં કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. દરમિયાન ભારતીય હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે 15 જૂન પહેલાં અમદાવાદ (Ahmedabad)માં ચોમાસું આવશે નહીં તેવી શક્યતા વધુ જણાઈ રહી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આગામી 3 દિવસ સુધી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંકિત પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું (Monsoon) બેસતુ હોય છે. જોકે આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પણ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિ (Pre-Monsoon Activity) હેઠળ વરસાદની શક્યતા હતી, પરંતુ આ સિસ્ટમ નબળી પડી રહી છે અને પૂર્વમાં અરબ સાગર તરફ આગળ વધી રહી છે, જેના કારણે 15 જૂન પહેલાં વરસાદની કોઈ શક્યતા નથી.

ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન (Weather)માં ફેરફાર થવાનો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં તોફાની અને વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.

ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપે વાવાઝોડું ફૂંકાય તેવી સંભાવના છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આગામી 3 દિવસ સુધી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડશે. ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, દમન અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ, જામનગર અને પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
