Vadodara News : SMC(સ્ટેટ મોનીટરિંગ સેલ)નાં અધિકારીઓને માહિતી મળી હતી કે વડોદરા ગ્રામ્યના સાવલી, મુન્ના જયસ્વાલના ઘર પાસે ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દારૂની બોટલો અને બિયરના ટીન મળીને રૂ.39,03,337ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો, 12 વાહનો, બે મોબાઈલ અને ભુંસાની બેગો મળીને કુલ રૂ. 82,97,337નો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે વ઼ડોદરાના સાવલીના રહેવાસી વિશાલ આર.માળીઅને વિઠ્ઠલ આર.માળીની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર 19 આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાવલી પોલીસ સ્ટેશન કરે છે.
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર
