Anand News : આણંદના તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમા તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો છે અને મામલતદારની વહિવટદાર તરીકે નિમણૂંક કરાઈ છે, તારાપુરને પાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરાઈ હતી અને સરકારે તારાપુરને પાલિકાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે અને હવે તારાપુર નગરપાલિકા રાજ્યની 150મી પાલિકા બની છે.
ગુજરાત સરકારે તારાપુર ગ્રામ પંચયાતને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને મામલતદારી વહિવટદાર તરીકે નિમણૂક કરાઈ છે, અગાઉ ગામના વિકાસ માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સરકારે વિચારણા કરીને વહિવટદારની નિમણૂક કરી છે, તારાપુરનો નગરપાલિકા તરીકેનો દરજ્જો વિકાસ કરવા માટે સાબિત થશે અને આસપાસના નાના ગામડાઓનો પણ વિકાસ થશે, ગુજરાતમાં તારાપુર એ હવે 150મી નગરપાલિકા બનશે.
તારાપુરમાં પહેલા વહિવટદારનું શાસન હતુ અને તારાપુરને ક વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, ભૌગોલિક સ્થિતિ પહેલા તપાસવામાં આવશે તેના આધારે નવા વિસ્તારની સીમાંકન કાર્યવાહી કરાશે, આસપાસના ગામડાઓને હવે સરકારી કોઈ પણ કામ હશે તો નગરપાસલિકામાંથી આસાનીથી થઈ શકશે અને નગરપાલિકામાં વોર્ડ દીઠ ભવિષ્યમાં નવા કોર્પોરેટર પણ સ્થાનિકોને મળશે, અગાઉ પણ રાજયસરકારે ઘણા જિલ્લાની પંચાયતોને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે.
આ પણ વાંચો:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ, ઈટાલિયા સામે અરજી
આ પણ વાંચો:મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:કડી અને વિસાવદરની બેઠકો પર જીત મેળવવા આજે કમલમમાં બેઠક
