Ahmedabad News/ IPL 2025ની ટિકીટની કાળાબજારી કરતા શખ્સની 11 ટિકીટ સાથે ધરપકડ

તપાસમાં આરોપી ભાવુક ચૌહાણે તેની પાસેથી મળેલી ટિકીટો ઓનલાઈન બુક કરાવી હોવાનું જણાયું હતું

Gujarat Ahmedabad

Ahmedabad News : IPL 2025ની ટિકીટની કાળાબજારી કરતા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે 11 ટિકીટો કબજે કરી છે.ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ IPL 2025ની ટિકીટની કાળાબજારી કરે છે. આ શખ્સ વિજય ચાર રસ્તા નજીક ટિકીટની કાળાબજારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

તેની પાસેથી પોલીસે IPL 2025ની 11 ટિકીટો કબજે કરી હતી. પુછપરછમાં તેનું નામ ભાવુક નરપતરાજ ચૌહાણ(21) અને નવરંગપુરામાં કોમર્સ છ રસ્તા પાસે ડ્રીમ હાઊસમાં પી.જી તરીકે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મુળ તે રાજસ્થાનનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં આરોપી ભાવુક ચૌહાણે તેની પાસેથી મળેલી ટિકીટો ઓનલાઈન બુક કરાવી હોવાનું જણાયું હતું. IPL 2025ની રૂ.1500ની ટિકીટ તે લોકોને રૂ.5,000 અને રૂ. 2,000 ની કિંમતની ટિકીટ રૂ.6,000 માં વેચતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં FRCએ પાંચથી સાત ટકા ફી વધારાને મંજૂરી આપી

આ પણ વાંચો:અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ

આ પણ વાંચો:NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ફી વધારાને લઈને કાર્યકરોનો વિરોધ, દોઢ લાખના ફી વધારાને લઇ વિરોધ