New Delhi News/ 15 જૂને યોજાનારી NEET PG પરીક્ષા આગામી આદેશ સુધી મોકૂફ

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ 15 જૂન, 2025 ના રોજ યોજાનારી NEET PG 2025 પરીક્ષા આગળના આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

Top Stories India Breaking News

New Delhi News: 15 જૂનનાં રોજ યોજાનારી NEET PG પરીક્ષા મુલત્વી (Exam Postponed) રાખવામાં આવી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NBEMS દ્વારા આ નિર્ણય વધારાના પરીક્ષા કેન્દ્રો ઉભા કરી યોગ્ય વ્યવસ્થાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા અને સલામત પરીક્ષા કેન્દ્રો બનાવવા પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ 15 જૂન, 2025 ના રોજ યોજાનારી NEET PG 2025 પરીક્ષા આગળના આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. NBEMS એ આ સંદર્ભે એક સત્તાવાર સૂચના પત્ર બહાર પાડ્યો છે. સત્તાવાર સૂચના પત્રમાં જણાવાયું છે કે 15 જૂનના રોજ યોજાનારી NEET PG 2025 પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

NEET-PG પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે

સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટે 24 મે, 2025 ના રોજ એક અરજી (W.P. નં. 456/2025) પર આદેશ આપ્યો હતો કે NEET-PG 2025 એક જ શિફ્ટમાં લેવામાં આવે. પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવી જોઈએ અને સલામત પરીક્ષા કેન્દ્રો બનાવવા જોઈએ. આ પછી, NBEMS એ નિર્ણય લીધો છે કે NEET-PG 2025 એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

NEET-PG 2025 પરીક્ષા, જે અગાઉ 15 જૂન, 2025 ના રોજ યોજાવાની હતી, હવે વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી માળખાગત સુવિધાઓ ગોઠવવા માટે તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ

આ પણ વાંચો:NEET UG પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, વૈકલ્પિક પ્રશ્નો દૂર કરાયા, સમય પણ ઘટ્યો

આ પણ વાંચો:રાજકોટમાં NEET પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ FIR