Junagadh News/ જૂનાગઢમાં ચાલુ લગ્ન વિધિમાં સિંહોની એન્ટ્રી! ડાલામથ્થાની ડણક સાંભળવા મળી

કન્યા પધરાવો સાવધાન વચ્ચે ડાલામથ્થાની ડણક સાંભળવા મળી હતી. ચાલુ લગ્ન વિધિમાં ડાલામથ્થાની ધાંસુ એન્ટ્રીથી લોકો ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી.

Gujarat Others Trending

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં ચાલુ લગ્ન વિધિમાં સિંહો (Lion)ની એન્ટ્રી થતાં મહેમાનોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. પાર્ટી પ્લોટ નજીક જંગલ હોવાથી સિંહો શાંતિથી લટાર મારી રહ્યાં હતા. લગ્ન પ્રસંગમાં આવેલા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છેેેેેેે.

જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્ર પંથક સામાન્ય રીતે સિંહોનો ગઢ તરીકે પણ ઓળખાય છે. માનવોની અવરજવરથી જંગલોમાં સિંહોનું દેખાવાનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. ત્યારે લગ્નની સિઝનમાં સિંહોના દર્શનથી જાનૈયાઓમાં સિંહોને જોવાની ઉત્કંઠા જોવા મળી હતી. કન્યા પધરાવો સાવધાન વચ્ચે ડાલામથ્થાની ડણક સાંભળવા મળી હતી. ચાલુ લગ્ન વિધિમાં ડાલામથ્થાની ધાંસુ એન્ટ્રીથી લોકો ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી.

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલતા હતા, ત્યારે સિંહો જોવા મળ્યાં હતા. લોકોની હાજરીથી સિંહો લલટાર મારીને ગાયબ થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. લગ્નમાં આવલ લોકોને સિંહ (Lion) દર્શનનો મફતમાં લાભ મળ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલ સિંહોનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ સિંહોને નિહાળ્યાં, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ગર્જના કરતા સિંહો વચ્ચે 8 વર્ષના બાળકનો ચમત્કાર, MPએ X પર ફોટો શેર કર્યો

આ પણ વાંચો:ઓહ માય ગોડ! 4 સિંહોની વચ્ચે સૂતી જોવા મળી મહિલા, વીડિયો જોઈને ચોંકી જશો