Surat News/ સુરતનાં કામરેજ નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઇવરે સ્ટીયરિંગ વ્હીલ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)ના કામરેજ નજીક એક એસ.ટી. બસને અકસ્માત (Accident) નડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં 15 જેટલા મુસાફરે ઘાયલ થયા હતા. દાહોદથી સુરત આવતી બસ ટ્રક સાથે અથડાતાં દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદથી સુરત આવી રહેલી એક બસ કામરેજ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ના સર્વિસ રોડ પર ઉભેલા રેતી ભરેલા ટ્રકની પાછળ જોરદાર અથડાઈ. બસ ટ્રક સાથે અથડાતા 40 જેટલા મુસાફરોમાંથી 15 લોકો ઘાયલ થયાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી અનુસાર એસ.ટી. બસમાં એક મુસાફર ફસાઈ ગયો હતો. ફાયર ફાઇટરોએ મશીનથી સીટ કાપીને સીટો વચ્ચે ફસાયેલા મુસાફરને બચાવી લીધો હતો. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઇવરે સ્ટીયરિંગ વ્હીલ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો.

સાબરકાંઠાનાં ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઈડર શહેરના રાણી તળાવ પાવાપુરી પાસેની ઘટના બની હતી. ખેડબ્રહ્માથી ઇડર તરફ આવતી મિક્ષર ટ્રકે પલટી ખાધી હતી. સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. સદનસીબે ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે રોડ 3 કલાક સુધી વન-વે ટ્રાફિકથી જામ થઈ ગયો હતો. ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં કપડવંજ-મોડાસા રોડ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 2ના મોત

આ પણ વાંચો:સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:રાણીપમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરથી ઝડપાયો