Ahmedabad News/ પ્લેન નજીકની અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પડ્યું, જેમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા, કપડા ખૂટતા આસપાસની મહિલાઓેએ સાડીઓ આપી

અતુલ્ય બિલ્ડીંગોમાં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા તે બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : એર ઈન્ડિયાનું પ્લેન જ્યાં તૂટી પડ્યું તે બિલ્ડીંગ ઈન્ટર્ન કોલેજની હોસ્ટેલ હોલાનું બહાર આવ્યું છે. જેમાં 50 થી 60 જેટલા ઈન્ટર્ન  ડોક્ટર હોવાની માહિતી મળી છે. આ તમામ ઈન્ટર્ન ઼ોક્ટરના મોત નીપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન હોસ્ટલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલા નર્સે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું.

પ્લેનના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. વિમાનમાં લાગેલી આગના ધુમાડાને કારણે હોસ્ટેલની ઇમારત સંપૂર્ણપણે કાળી પડી ગઈ છે અને બધે કાટમાળ જ છે. અંદર જઈને જોયું તો હોસ્ટેલ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા હતા

અતુલ્ય બિલ્ડીંગોમાં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા તે બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું. એમ્બ્લુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે અંદર જઈને જોયું તો હોસ્ટેલનો કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો અને ઘણા ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હતા. ઘણાના તો મૃતદેહના ટુકડા થઈ ગયા હતા.

હોસ્ટેલમાં સ્થિતિ એવી હતી કે, સ્ટ્રેચર ખૂટી પડ્યા, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા, કોની બોડી છે તે ખ્યાલ આવે નહીં તેવી સ્થિતિ છે. આખા અમદાવાદની ફાયરની ગાડીઓ બોલાવવી પડી. સ્ટ્રેચર ખૂટી પડ્યા, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા, કોની બોડી છે તે ખ્યાલ આવે નહીં તેવી સ્થિતિ છે. લાશ ઉપાડવા માટે આશપાસની મહિલાઓએ દુપટ્ટા આપવા પડ્યા. સફેદ કાપડ પણ ન હતા. પ્રાઈવેટ એમ્યુલસ નો પણ ઉપયોગ કરવો પડ્યો. ફાયરની ગાડીઓ પણ આગ ઓલવવા માં ઓછી પડી. તેમણે વારંવાર જઈ પાણી ભરવા જવું પડ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ