Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં 14 વર્ષનાં કિશોરને સૂતા સૂતા મોત આવ્યું છે. કિશોર ઊંઘમાં હતો દરમિયાન આગમાં લપેટાતાં તેની માતાએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટ્યો હતો, તેની માતા દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
ઘોડા કેમ્પ, મેઘાણીનગરમાં ચાની કિટલીનો ધંધો કરતા 14 વર્ષનો કિશોરે જીવ ગુમાવતા પરિવારનાં આધાર એવા દીકરાનાં નિધનથી પરિવારે સહારો ગુમાવ્યો છે. આકાશ પટણી જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે મોત આવ્યું હતું. આકાશની મોટી બહેન ભાઈનાં જવાથી ચોધાર આંસુએ રડી રહી છે. ચાની કિટલીની બાજુમાં કિશોર સુઈ રહ્યો હતો ત્યારે દાઝી જવાથી તેની માતાને બૂમો પાડી હતી.
માતાએ તેને બચાવવાનો પ્રયાસ કરતા પોતે પણ દાઝી ગઈ હતી. ઘણી મહેનત કરવા છતાં પણ કિશોરનો જીવ બચી શકાયો નહતો. કિશોરનો પરિવાર સિવિલ હોસ્પિટલની બહાર મૃતદેહને લેવા બેસી રહ્યો હતો. ત્રણ ભાઈ-બહેનમાંથી સૌથી નાના ભાઈનું અવસાન થતાં પરિવારનાં માથે આભ તૂટી પડ્યું છે. એવું પણ સામે આવ્યું છે કે આકાશ પટણીનાં પરિવારને મકાનમાલિકે ઘર બહાર કાઢી મૂક્યો હતો. ફૂટપાથ પર રહેતા પરિવારને ખબર પણ નહીં હોય કે રસ્તે રહીને પણ મોત મળશે. આકાશની માતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, તેના શરીરનો જમણો ભાગ દાઝી ગયેલ હોવાથી હાલ સારવાર હેઠળ છે. તેના પિતા સુરેશ DNA ટેસ્ટ માટે સેમ્પલ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
PM મોદીએ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ મુસાફરો પર શોક વ્યક્ત કર્યો છે. “અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી આપણે બધા આઘાત પામ્યા છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.”
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
