Rajkot News/ અમદાવાદ પ્લેન દુર્ઘટના : હોસ્ટેલમાંથી જમીને પરત નીકળેલા વિદ્યાર્થીનો બચાવ

આ બનાવમાં મીતાન્સુના હાથના અને કાનના ભાગે ઈજા પહોંચી હતી

Gujarat Rajkot

Rajkot News : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં એક વિદ્યાર્થીનો બચાવ થયો હતો. હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા આ વિદ્યાર્થીનો બચાવ થયો હતો. આ બનાવની વિગત મુજબ જેતપુરનો મીતાન્સુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મીતાન્સુ હોસ્ટેલ માંથી જમીને બહાર નીકળ્યો ત્યારે જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં તે દાઝી ગયો હતો.

વિમાન ક્રેશ થતા જ અહીં અફરાતફરી મચી ગઈ હતી. તે સમયે માતાન્સુ તેના સાથી વિદ્યાર્થીઓ સાથે લાયબ્રેરીમાં જઈ રહ્યો હતો. આ બનાવમાં મીતાન્સુના હાથના અને કાનના ભાગે ઈજા પહોંચી હતી. મીતાન્સુ સહી સલામત ઘરે પહોંચતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે મીતાન્સુ સાથેના તેના બે બેચમેન્ટ નું દુર્ઘટનામાં મોત થયું હતું. તે સમયે હોસ્ટેલમાં 75 થી 100 જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા