NEET Exam Result/ NEET UG 2025નું પરિણામ જાહેર, ગુજરાતનાં 2 વિદ્યાર્થી ટોપ 10માં

આ વર્ષે 12 લાખથી વધુ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરી છે. ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓએ ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Top Stories Gujarat Breaking News

NEET Exam Result News: NTA એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET UG 2025 નું પરિણામ જાહેર કર્યું છે. કેન્દ્ર અને શહેર મુજબ પરિણામ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જોઈ શકાય છે . આ વર્ષે NEET UG પરીક્ષા 4 મેના રોજ યોજાઈ હતી અને તેમાં 22 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. આ વર્ષે 12 લાખથી વધુ ઉમેદવારોએ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરી છે. જ્યારે લગભગ 66000 વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દીધી છે. નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2276069, હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 2209318, ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1236531.

આ વર્ષે 12 લાખથી વધુ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા (Graduate Medical Entrance Exam) પાસ કરી છે. ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓએ ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનીલ ભાયાણી, 6 અને ભવ્ય ઝાએ 8મો રેન્ક મેળવ્યો છે. રાજકોટનો સિદ્ધ વોરા નીટ અંડરગ્રેજ્યુએટમાં ટોપર રહ્યો હોવાની માહિતી મળી છે. આજે સવારે પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.  4 મેનાં રોજ સમગ્ર દેશમાં NEET (UG) પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત રાજ્યમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતના 31 શહેર અને જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

NEET UG પરિણામ 2025 કેવી રીતે ચેક કરશો

સત્તાવાર વેબસાઇટ – neet.nta.nic.in ની મુલાકાત લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં NEET પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ FIR

આ પણ વાંચો:આજે સમગ્ર દેશમાં NEETની UG પરીક્ષા, 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આ પણ વાંચો:15 જૂને યોજાનારી NEET PG પરીક્ષા આગામી આદેશ સુધી મોકૂફ