Not Set/ સંઘ સુપ્રીમોનું નિવેદન ભારતીય તેમજ સેનાના શહિદોનુ અપમાન છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય સેના અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ નિવેદનને કઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રઅધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ આ નિવેદનને દેશ અને સેનાના શહિદોનુ અપમાન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ સોમવાર વહેલી સવારે ટ્વીટર […]

Top Stories

નવી દિલ્હી,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય સેના અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ નિવેદનને કઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રઅધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ આ નિવેદનને દેશ અને સેનાના શહિદોનુ અપમાન ગણાવ્યું છે.

રાહુલ ગાંધીએ સોમવાર વહેલી સવારે ટ્વીટર પર ભાગવતના નિવેદનની ટીકા કરતા જણાવ્યું, “સંઘ સુપ્રીમોનુ આ નિવેદન દરેક ભારતીયનુ અપમાન છે. કારણકે તેમણે દેશ માટે પોતાના જીવનુ બલિદાન આપનાર શહિદોનુ અપમાન કર્યુ છે. તેમણે દેશના રાષ્ટ્રધ્વજનુ અપમાન કર્યુ છે. કારણકે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપનાર સૈનિકોનુ અપમાન કર્યુ છે. ભાગવતને આ રીતે સેના અને શહિદોનુ અપમાન કરતા શરમ આવવી જાઈએ”.

રાજકીય ક્ષેત્રે આ નિવેદનને લઇ ગરમાવો જોતા ભાગવતના આ નિવેદન અંગે સંઘ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સંઘે જણાવ્યુ છે કે, ભાગવતના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યુ છે. સંઘનુ કહેવુ છે કે, ભાગવત ભારતીય સેનાની તુલના સંઘ સાથે નહતા કરી રહ્યા. તેમનો કહેવાનો મતલબ એ હતો કે, આર્મી પોતાના જવાનોને તૈયાર કરવામાં ૬ મહિનાનો સમય લે છે, પરંતુ સંઘ ટ્રેનિંગ આપે તો સૈનિકો ત્રણ જ દિવસમાં સ્વયં સેવક બની શકે છે.

મહત્વનું છે કે, સંઘ પ્રમુખ મોહન ભાગવતના સેના અંગેના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. મોહન ભાગવતે એવુ નિવેદન આપ્યુ હતું કે, ભારતીય સેનાને યુદ્ધ માટે તૈયાર થવા  ૬થી ૭ મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ સંઘના સ્વયં સેવકોની સેના ૩ જ દિવસમાં તૈયાર થઈ શકે છે.