Vadodara News : વડોદરાથી દિલ્હી જતી ફ્લાઈટમાં એક પ્રવાસીએ પોતાની પાસે બોમ્બ છે કહીને ફ્લાઈટને માથે લીધી હતી. જોકે બાદમાં આ મુસાફરની ધરપકડ કરવામાં આવી હતા.બીજીતરફ મુસાફરની આ પ્રકારની જાહેરાતને લઈને એરપોર્ટ ઓથોરિટી સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ખાતે ધસી ગયા હતા.
વડોદરાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર મુસાફરે બોમ્બની જાહેરાત કરતાં એરપોર્ટ ખાતે અફરાતફરી મચી ગઈ હતી.જેને પગલે સેન્ટ્રલ આઈ.બી,સ્ટેટ આઈ.બી ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ખાતે દોડી ગયા હતા. બાદમાં બોમ્બ હોવાની જાહેરાતને પગલે એર ઇન્ડિયાની ફ્લાઇટનું સઘન ચેકીગ હાથ ધરાયું..
જોકે તપાસ બાદ વાંધાજનક કે શંકા સ્પદ કોઈ વસ્તુ નહીં મળી આવતાં ફલાઇટને દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી. શહેર પીસીબીએ બોમ્બ હોવાની જાહેરાત કરનાર મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં વધી શકે છે મૃત્યુઆંક, પોલીસ કમિશનરે કહ્યું- ‘318 શરીરના અંગો મળ્યા’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA થયા મેચ
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળેથી કેટલા તોલા સોનું અને રોકડ મળી આવી? પ્રત્યક્ષદર્શીએ શું….
