Gandhinagar News/ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત વિરોધી અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ઉમેશ મકવાણા (Umesh Makwana)એ વિધાનસભા દંડક પદેથી રાજીનામું (Resignation) આપ્યા બાદ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત વિરોધી અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.

આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે સવારે વિધાનસભાનાં દંડક અને જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપી દેતાં પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત વિરોધી અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. તેમણે ધારાસભ્ય પદે કે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું નહોતું.

આ નિર્ણય પણ તરત જ સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં ઉગ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક લોકો એવું માને છે કે પાર્ટીએ બહુ ઝડપથી અને કઠોર નિર્ણય લીધો છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે એકતા જાળવી રાખવા માટે આવા નિર્ણય લેવાની જરૂર હતી.

હવે જોવાનું એ રહ્યું કે AAP આ આંતરિક મતભેદોને કેવી રીતે ઉકેલ લાવે છે ? શું ઉમેશ મકવાણા ફરીથી AAPમાં સક્રિય થશે કે પછી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરશે? ત્યારે આગળ હવે નવો કયો ખેલ ખેલાશે તે તો હવે સમય જ બતાવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વકફ મિલકતોના GPS મેપિંગ અને ડિજિટલાઇઝેશન માટે ઋષિકેશ પટેલે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવી

આ પણ વાંચો:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી 5મી જૂનના રોજ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે

આ પણ વાંચો:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બધિર બાળકોને કર્યુ મશીનનું નિ:શુલ્ક વિતરણ