Jamnagar News/ જામનગરની સુમેર ક્લબના પ્રમુખપદે રાજુ શેઠ સળંગ 13માં વખત ચૂંટાયા

જામનગરની સુમેર ક્લબને જામનગરનું નાક ગણવામાં આવે છે. જામનગરની પ્રતિષ્ઠાનો પર્યાય માનવામાં આવે છે. હવે આ લબ્ધપ્રતિષ્ઠિત સુમેર ક્લબના પ્રમુખપદે રાજુ શેઠ સળંગ 13માં વખત ચૂંટાઈ આવ્યા છે.

Gujarat Others Breaking News

Jamnagar News: જામનગરની સુમેર ક્લબને જામનગરનું નાક ગણવામાં આવે છે. જામનગરની પ્રતિષ્ઠાનો પર્યાય માનવામાં આવે છે. હવે આ લબ્ધપ્રતિષ્ઠિત સુમેર ક્લબના પ્રમુખપદે રાજુ શેઠ સળંગ 13માં વખત ચૂંટાઈ આવ્યા છે. તેમની ખાસિયત એ છે કે તેઓ સળંગ 13મી વખત બિનહરીફ ચૂંટાયા છે. આ બતાવે છે કે ક્લબમાં રહેલાઓમાં લોકોને તેમના પર કેટલો વિશ્વાસ છે. તેમની સાથે કોઈએ ઉમેદવારી જ કરી નથી.

તેમની સાથે સેક્રેટરી ધીરેન ગેલૈયા અને ખજાનચી વિરલ રાચ્છ પણ બિનહરીફ જાહેર થયા છે. આમ ફક્ત પ્રમુખ જ નહીં સેક્રેટરી અને ખજાનચી સામે પણ કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. આના પરથી ક્લબના સંચાલન પર કેટલો વિશ્વાસ છે તે જણાઈ આવે છે.

આમ પ્રમુખપદ અને સેક્રેટરી તથા ખજાનચી તરીકે ચૂંટાઈ આવ્યા પછી હવે કમિટીના 10 સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. આ ચૂંટણી 29મી જૂનના રોજ થશે. સુમેર ક્લબમાં જ આ ચૂંટણી રવિવારે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી યોજાશે. તેમા શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકો મતદાન કરશે.

શહેરના અને જિલ્લાના સન્માનિત તથા પ્રસિદ્ધ વ્યક્તિઓનું એક જ સરનામુ સુમેર ક્લબ છે. સુમેર ક્લબ આ પ્રતિષ્ઠિતોનો એક મુકામ મનાય છે. તેના સભ્ય થવું તેમના માટે ગૌરવની વાત છે. સુમેર ક્લબમાં દર બે વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાય છે. આ જ રીતે સેક્રેટરી અને ખજાનચીની પણ ચૂંટણી યોજાય છે. આ વખતે બે વર્ષની ટર્મ પૂરી થવાના કારણે ચૂંટણી યોજાઈ હતી.  તેમા રાજુ શેઠ સળંગ 13માં વખત ચૂંટાઈ આવ્યા હતા. તેમની સામે સળંગ 13મી વખત કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. આમ તેઓ સળંગ 25 વર્ષથી બહુમાન મેળવવાની સિદ્ધિ ધરાવે છે.

રવિવારે સાંજે કારોબારી સમિતિના સભ્યોનું મતદાન પૂરુ થયા પછી તે જ દિવસે સાંજે ચૂંટાયેલાના નામ જાહેર કરવામાં આવશે. આના પગલે નવી સમિતિ અસ્તિત્વમાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં કુખ્યાત રઝાકે જેલમાં પણ કરી મારઝૂડ

આ પણ વાંચો: Gujarat/જામનગર નિશા ગોંડલિયાનો ઓડિયો આવ્યો સામે, પોલીસ પર આરોપ ખોટા કેસમાં ફસાવાનો આરોપ, ધ્રુતી જયેશ રાણપરિયાના નામનો કર્યો ઉલ્લેખ, નિશાને કંઈ થાય તો ધ્રુતી

આ પણ વાંચો: Gujarat/જામનગર જિલ્લામાં ભારે વરસાદ, અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંતી અલિયા ગામે, અલિયા ગામથી મંતવ્યન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ગામમાં લોકોના