Moscow News : રશિયાના મોસ્કો ક્ષેત્રના કોલોમ્નામાં યાકોવલેવ યાક-૧૮ટી વિમાન ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોના દુઃખદ મોત થયા હતા. આ હળવું તાલીમ વિમાન એરોબેટિક્સ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે ખેતરમાં પડી ગયું અને બળી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં તેને ઉડાડવામાં આવ્યું હતું.
રશિયાના મોસ્કો ક્ષેત્રના કોલોમ્નામાં એક વિમાન ક્રેશ થયું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ, તે એક હળવું ટ્રેઇની પ્લેન હતું, જેમાં ચાર ક્રૂ અને તાલીમાર્થીઓ સવાર હતા, બધાના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યાકોવલેવ યાક-18T વિમાન એરોબેટિક્સ કરતી વખતે ક્રેશ થયું હતું. એન્જિન ફેલ થવાને કારણે, વિમાન ખેતરમાં પડી ગયું અને આગ લાગી ગઈ.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે તે શોધવા માટે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. યાકોવલેવ યાક-૧૮ટી ચાર સીટર, સિંગલ-એન્જિન, હળવું વિમાન છે. તે ૧૯૬૦માં સોવિયેત યુનિયનમાં વિકસાવવામાં આવ્યું હતું. આ વિમાન ખાસ કરીને પાઇલટ્સને તાલીમ આપવા માટે બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની મેજર, TTP સાથેની અથડામણમાં માર્યા ગયા
