Junagadh News/ જૂનાગઢના ભવનાથમાં બનેલી ઘટનાથી ચકચાર, પત્નીને લાતો મારી પતિએ કરી હત્યા

આ દંપતી 12 વર્ષથી સુખેથી રહેતા હતા, ત્યારબાદ રાજેશ કોઈ કામ કરતો ન હતો, તેથી તેની પત્ની માલીબેનને તેના માતા લઈ ગઈ હતી. રાજેશ અને માલીબેનના લગભગ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા.

Top Stories Gujarat

Junagadh News: ભવનાથમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં રૂપાયતન રોડ પર રહેતા એક યુવકે તેની પત્ની સાથે પુત્રીના અભ્યાસ બાબતે ઝઘડો કર્યો હતો અને રાત્રે તેને માર માર્યો હતો. આ વ્યક્તિના એટલી ક્રૂર રીતે બેલ્ટથી માર મારવાથી તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જેના પછી ઘાયલ પત્નીનું સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું.આપને જણાવી દઈએ દંપતીના છૂટાછેડા થઈ ગયા હતા, છતાં તેને તેની પત્નીને પાછી લાવીને તેની પુત્રીને યાદ કરતી હોવાનું કહીને તેની હત્યા કરી દીધી હતી. આ સંદર્ભે, મૃતક પત્નીના ભાઈએ ભવનાથ પોલીસમાં તેના સાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભવનાથ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૂળ નંદના ગામના રહેવાસી રાજેશ દેસુરભાઈ ચાવડાના લગ્ન દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામની માલીબેન દેવાયત રાવલિયા સાથે થયા હતા. તેમના લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રી હતી.

તેમની પુત્રી કૃપાલી 12 વર્ષની છે. આ દંપતી 12 વર્ષથી સુખેથી રહેતા હતા, ત્યારબાદ રાજેશ કોઈ કામ કરતો ન હતો, તેથી તેની પત્ની માલીબેનને તેના માતા લઈ ગઈ હતી. રાજેશ અને માલીબેનના લગભગ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. માલીબેન અને તેની પુત્રી કૃપાલી તેમની માતા સાથે રહેતા હતા. રાજેશની બહેનના લગ્ન માલીબેનના ભાઈ સાથે થયા હતા. થોડા દિવસ પહેલા રાજેશ તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું કે, મને મારી પુત્રી કૃપાલી ખૂબ જ યાદ આવે છે, હવે હું ક્યારેય માલી અને કૃપાલીને પરેશાન નહીં કરું અને હવે હું જૂનાગઢના ભવનાથમાં રહીને વ્યવસાય કરીશ. તેમનો ઝઘડો થયો હોવાથી માલીબેનના ભાઈઓએ માલીબેન અને કૃપાલીને રાજેશ સાથે મોકલી દીધા. ગઈકાલે રાત્રે રાજેશ માલીબેન સાથે ઝઘડો કરી રહ્યો હતો, તેથી જ્યારે તેની પુત્રી કૃપાલીએ દરમિયાનગીરી કરી ત્યારે રાજેશે માલીબેનને લાત મારી.

આ ઝઘડો જોઈને પુત્રીએ મકાનમાલિકને ફોન કર્યો. મકાનમાલિક માલીબેનને તેના ઘરે નીચે લઈ ગયો અને રાજેશ તેના ભાડાના મકાનમાં ઉપર રહેવા લાગ્યો. ત્યારબાદ, જ્યારે માલીબેનની તબિયત બગડી, ત્યારે તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં સારવાર દરમિયાન માલીબેનનું મૃત્યુ થયું. આ ઘટના અંગે મૃતક માલીબેનના ભાઈ વજાભાઈ રાવલિયાએ ભવનાથ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, માલીબેનને તેના પતિ રાજેશ દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા હતા કારણ કે તે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેણે ફરીથી તેની ભત્રીજી કૃપાલીને મળવાના બહાને તેને લલચાવી અને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તેણે નજીવી બાબતે પગથી લાત મારીને તેની બહેનની હત્યા કરી દીધી. પોલીસે સમગ્ર ઘટના અંગે રાજેશ દેસુર ચાવડા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢના ભેંસાણમાં આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકોના જાતિય શોષણનો કેસ, બે બાળકોના નિવેદનને આધારે કરાશે FIR

આ પણ વાંચો:જૂનાગઢના બિલખાનો આનંદ આશ્રમ વિવાદમાં : પૂર્વ વિદ્યાર્થીએ જ આશ્રમમાં ચાલતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવતા ચકચાર મચી

આ પણ વાંચો:જૂનાગઢના ભેંસાણમાં બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના આક્ષેપથી ચકચાર, પોલીસે પ્રિન્સિપાલ અને શિક્ષકની કરી અટકાયત