Junagadh News : જૂનાગઢના ભેંસાણમાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના આક્ષેપ લગાવાતા ખળભળાટ મચ્યો છે. આ બનાવ ભેસાણની મા અમર શૈક્ષણિક સંકુલમાં બન્યો હોવાની માહિતી જાણવા મળી છે. નવાઈની વાત એ છે કે શાળાના જ સિક્ષક અને આચાર્ય દ્વારા આ કૃત્ય આચરવામાંઆવ્યું હોવાના સનસનાટીભર્યા આક્ષેપ થયા છે.
આ બનાવની વિગત મુજબ ભેંસાણની મા અમર શૈક્ષણિક સંકુલમાં રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હતા. જ્યાં શિક્ષક અને આચાર્ય તેમની સાથે કુકર્મ કરતા હતા. બીજીતરફ પિડીત વિદ્યાર્થીઓે આ અંગે તેમના માતાપિતાને જાણ કરતા આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. બીજીતરફ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના વાલીઓને સમજાવ્યા હતા. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
જોકે વાલીઓને ટ્રસ્ટીઓ દ્વારા સમજાવવામાં આવતા હાલ પૂરતુ તો સંકુલમાં ફરિયાદ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. દરમિયાન બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા. શૈક્ષણિક ધામમાં ચાલતા આવા અધર્મ કૃત્ય સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. હાલમાં આરોપી પ્રિન્સિપાલ અને શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી
આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

