કેન્દ્ર દ્વારા દેશનાં અનેક રાજ્ય સરકારને ભારપૂર્વક આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે કે, ટેસ્ટિંગની માત્રાને વધારવામાં આવે. કેન્દ્ર દ્વારા ચાર હાઈલેવલ ટીમ દેશના ચાર અલગ-અલગ રાજ્યો માટે રવાના કરાઈ છે. ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મણિપુર માટે કેન્દ્રીય ટીમો મોકલાઈ છે. આ ચારેય રાજ્યોની સ્થિતિની કેન્દ્રીય ટીમ સમીક્ષા કરશે અને હાઈલેવલ ટીમ આ તમામ રાજ્ય સરકારને જરૂરી દિશાનિર્દેશ આપશે.
વાત કરવામાં આવે ગુજરાતની તો, ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. અને માટે જ કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાત મુલાકાતે આવી પહોંચી છે. કેન્દ્રીય ટીમમાં 3 નિષ્ણાંત ડોક્ટર સામેલ છે જે રાજ્યની મુલાકાતે છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ટીમ શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે અને કોરોના સંક્રમણ અટકાવવા વિશેષ ચર્ચા સાથે સમીક્ષા કરશે.
ઘટનાનો સંપૂર્ણ વીડિયો અહેવાલ જોવા માટે આહી Click કરો 👇 👇👇….
