Mehsana News/ મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ 6 કિશોર ભાગી છૂટ્યા

બાળ સુરક્ષા ગૃહના અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે.

Top Stories Gujarat

Mehsana News: મહેસાણાના બાળ સુરક્ષા ગૃહમાંથી છ કિશોરો ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. કાયદાના સંઘર્ષમાં રહેલા 6 કિશોરો ફરાર થઈ ગયા છે. સુરક્ષા ગાર્ડને ધક્કો મારીને છટકી ગયા હોવાની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દોઢ વર્ષમાં આ પ્રોટેક્શન હોમમાં આ ત્રીજી ઘટના છે.

ખાસ વાત એ છે કે એક કે બે સુરક્ષા ગાર્ડે લગભગ 60 કિશોરોને રાખ્યા છે. સુરક્ષા વધારવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ તેનો અમલ થઈ રહ્યો નથી. બાળ સુરક્ષા ગૃહના અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે CCTVના આધારે પણ સઘન તપાસ શરૂ કરી છે. હત્યા અને બળાત્કારના આરોપમાં કાયદાના સંઘર્ષમાં રહેલા 5 કિશોરો ફરાર થઈ ગયા છે.

આપને જણાવી દઈએ આ બાળ સુરક્ષા ગૃહમાં ખાનગી સુરક્ષાને જવાબદારી સોંપવામાં આવી છે, અહીં હત્યા અને બળાત્કારનો આરોપી કિશોર રાખવામાં આવ્યો હતો, તે ગેટ પર આવ્યો અને સુરક્ષાને કર્મીને ધક્કો મારીને ભાગી ગયો, પોલીસે એસટી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનમાં તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ કિશોર પકડાયો નથી, તેથી આ રીતે ભાગી જવું એ સહેલી વાત નથી, કિશોરે પહેલાથી જ તેનું આયોજન કર્યું હશે અને આ રીતે ભાગી ગયો હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં કબૂતરબાજ એજન્ટે લીધો યુવાનનો જીવ, ઓસ્ટ્રેલિયા જવાનું સપનું રહી ગયું અધૂરું

આ પણ વાંચો:મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધો શર્મસાર, પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા

આ પણ વાંચો:મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી ઉજાગર, 19 વર્ષીય યુવતીને ગિલોસણ ગામના સરપંચ પદે નિયુક્ત કરી