Ahmedabad News/ અમદાવાદમાં બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા, હત્યાની આશંકા

અમદાવાદમાં બે અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહ ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યો છે. જ્યારે બીજો મૃતદેહ વૈષ્ણોદેવી ખાતેથી મળી આવ્યો છે. બંનેમાં હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં બે અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહ ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યો છે. જ્યારે બીજો મૃતદેહ વૈષ્ણોદેવી ખાતેથી મળી આવ્યો છે. બંનેમાં હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ રિંગરોડ હિલલોક હોટેલ પાસેથી મળી આવ્યો છે. પોલીસને મૃતદેહ મળ્યાનો કોલ આવ્યો હતો. ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ આદરી છે. મૃતદેહ ઓળખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે હવે મૃતદેહની ઓળખની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે તેની હત્યા થઈ છે અને તેથી પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ જ રીતે વૈષ્ણોદેવી પાસે મોતી ભાટી નામના 45 વર્ષની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

મોતીભાટી અમદાવાદમાં સેટેલાઇટ રામદેવ નગર ખાતે રહેતો હતો. તેની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. અનૈતિક સંબંધોને લઈને ઝગડો ચાલતો હતો. આના પગલે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી

આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

આ પણ વાંચો: અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી