Vadodara News : વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ભાજપના નેતા ભાન ભુલ્યા હતા. ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયારે પૂલ તૂટવાની ઘટનાને કુદરતી ગણાવી હતી. ગુલાબસિંહ પઢિયારે કહ્યું હતું કે આ એક કુદરતી ઘટના છે. ગુલાબસિંહે વધુમાં ઉમેર્યું હતું કે આમા તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય. તેમણે એમ પણ કહ્યું હતું કે આ અકસ્માત છે, તેમાં કોઈ દોષિત ન ગણાય. પઢિયારે કહ્યું હતું કે અકસ્માત છે તે અકસ્માત જ ગણાય.
ગુલાબસિંહ પઠિયારે કહ્યું હતું કે આ એક કુદરતી ઘટના છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનાથી તેઓ ખૂબ દ્રવિત છે પરંતુ આ ઘટના કુદરતી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પત્ક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોની સંવેદના મૃતકો સાથે સંકળાયેલી છે. મારૂ અંગત કહું તો દુખદ ઘટના તો છે જ અને હું તેનાથી ખૂબ દ્રવિત છું પણ આ એક કુદરતી ઘટના છે.
આ એક અકસ્માત છે. તંત્રની વારંવાર રજૂઆત કરવા થતા તંત્ર જાગ્યું ન હોય તેવું કહી શકાય એમ પુછાતા તેમણે કહ્યું કે ના અમારી સરકારે પ્રયત્નો કરેલા છે અને મંજુરી માટે સતત પ્રયત્નો ચાલુ છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
