જો તમે પણ કબજિયાત તથા પેટસંબંધી સમસ્યાઓથી પીડાઇ રહ્યાં છો, તો રોટલી બનાવતા પહેલા લોટમાં ભેળવો આ 3 વસ્તુઓ, જે પેટમાં થતો ગૅસ, અપચો અને કબજિયાત જેવી તકલીફોથી આપશે
આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્ય તેમ જ ખાણી-પીણી પર બરોબર ધ્યાન આપી શકતા નથી. આને કારણે શરીરમાં કેટલીયે વ્યાધિ ઉત્પન્ન થાય છે, જે પૈકીની એક છે કબજિયાતની સમસ્યા. કબજિયાત, આ શબ્દ સાંભળવામાં ભલે નાનો લાગે, પણ એનાથી જે લોકો પીડિત છે એ જ સાચા અર્થમાં એનું દર્દ સમજી શકે છે. જો તમે પણ કબજિયાત તથા પેટ સંબંધી સમસ્યાઓથી પીડાઇ રહ્યાં છો, તો રોટલીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જી હા, તમે તદ્દન સાચું સાંભળ્યું. અહીં આપણે રેગ્યુલર રોટલીની વાત નથી કરી રહ્યાં, પરંતુ અહીં વાત થઇ રહી છે એક ખાસ પ્રકારની રોટલીની. તો આવો, જાણીએ આ વિશે.
મોટેભાગે ભારતીયો, લંચથી માંડીને ડિનર સુધી, રોટલી ખાવાનું પસંદ કરે છે. રોટલીને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. જો તમે કબજિયાતની સમસ્યા દૂર કરવા ઇચ્છો છો તો રોટલી બનાવતા અગાઉ આ 3 વસ્તુઓ લોટમાં ભેળવી શકો છો.
કેવી રીતે બનાવશો આ ખાસ રોટલી?
આ વિશિષ્ટ પ્રકારની રોટલી બનાવવા માટે તમારે ઘઉંનો લોટ લેવાનો રહેશે. પહેલા એને સારી રીતે ચાળી લો. હવે એમાં મેથીદાણાનો પાઉડર અથવા અળસીના બીજનો પાઉડર તથા સંચળ મિક્સ કરી દો. ત્યારબાદ, એમાં પાણી નાખીને સાદી રોટલીની જેમ જ લોટ બાંધી લો. આ લોટના નાના-નાના લુઆ પાડીને રોટલી વણી લો અને બંને તરફ ફેરવતા જઇને બરાબર શેકી લો. આ ખાસ પ્રકારની રોટલી ખાવાથી આપણી પેટ સંબંધી તકલીફો દૂર કરવામાં મદદ મળી શકે છે.
મેથી અને અળસીના બીજના ફાયદા
મેથી અને અળસીના બીજ, બંને પોષક તત્વોથી ભરપૂર છે તથા એમના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. આ બીજોના સેવનથી પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર કરવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળી શકે છે. આ બંને બીજને તમે તમારા આહારમાં અનેક પ્રકારે સામેલ કરી શકો છો.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!
આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
