A relationship/ સુંદર પત્ની અહીં ભાડે મળેશે, આ રીતે નક્કી કરવામાં આવે છે રેટ, પસંદ પડી જાય તો લગ્ન પણ કરી શકાય!

પ્રતિવર્ષે, લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ અહીં ફરવા આવે છે. અહીંના દરિયાઇ બીચ, ખાણી-પીણી અને નાઇટ લાઇફ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પણ શું તમે જાણો છો કે, થાઇલૅન્ડમાં લોકો ફક્ત રૂમ, હૉટેલ કે ઑફિસ જ નહિ, પરંતુ પત્ની પણ ભાડેથી ખરીદી શકે છે?

Trending Lifestyle Relationships

Relationship: શું તમે જાણો છો કે, થાઇલૅન્ડમાં લોકો ફક્ત રૂમ, હૉટલ કે ઑફિસ જ નહિ, પરંતુ પત્ની પણ ભાડેથી ખરીદી શકે છે? આ પ્રચલિત પ્રથાને અહીં ‘વાઇફ ઑન હાયર’ અથવા ‘બ્લૅક પર્લ’ કહેવામાં આવે છે.

થાઇલૅન્ડ એક ખૂબસૂરત દેશ છે. પ્રતિવર્ષે, લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ અહીં ફરવા આવે છે. અહીંના દરિયાઇ બીચ, ખાણી-પીણી અને નાઇટ લાઇફ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પણ શું તમે જાણો છો કે, થાઇલૅન્ડમાં લોકો ફક્ત રૂમ, હૉટેલ કે ઑફિસ જ નહિ, પરંતુ પત્ની પણ ભાડેથી ખરીદી શકે છે? આ પ્રચલિત પ્રથાને અહીં ‘વાઇફ ઑન હાયર’ અથવા ‘બ્લૅક પર્લ’ કહે છે. એક રીતે કહી શકાય કે, આ એક અસ્થાયી વિવાહબંધન છે, જે અંતર્ગત કોઇ યુવતીને પૈસા આપીને થોડા સમય માટે પોતાની પત્ની બનાવી શકાય છે. નિશ્ચિત થયેલા સમયગાળા દરમિયાન એ યુવતી પત્ની તરીકેની તમામ ફરજો અદા કરે છે. તો આવો જાણીએ, થાઇલૅન્ડમાં ઝડપભેર ફેલાઇ રહેલું આ ‘રૅન્ટલ વાઇફ’નું ચલણ આખરે છે શું? કોણ છે આ ‘રૅન્ટલ વાઇફ’ અને આ પ્રથાની શરુઆત કઇ રીતે થઇ?

કેવી રીતે થઇ હતી શરૂઆત?

પ્રાપ્ત માહિતી મુજબ, ‘રૅન્ટલ વાઇફ’ પ્રથાનું ચલણ સૌપ્રથમ પતાયા અને બેંગકૉક જેવા મોટા શહેરોથી શરુ થયું હતું. આ શહેરોમાં દૂર-દૂરનાં દેશોથી ટૂરિસ્ટ આવતા હતા અને એ સમયે લોકો પોતાની એકલતા દૂર કરવા માટે કોઇ સાથીની શોધમાં રહેતાં. આવા સંજોગોમાં, સ્થાનિક મહિલાઓ સીમિત સમયગાળા પૂરતી તેમના સાથીદારની ભૂમિકા નિભાવતી; જેમ કે ટૂરિસ્ટ સાથે સમય વિતાવવો, ફરવા જવું અને ઘરના કામકાજમાં મદદ કરવી. આ સંબંધ પરસ્પર સંમતિ આધારિત રહેતો. સમયાંતરે, આ એક ટ્રૅન્ડ બની ગયો, જેને આજની તારીખે હવે ‘વાઇફ ઑન હાયર’ અથવા ‘બ્લૅક પર્લ’, અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ‘રૅન્ટલ વાઇફ’ કહેવામાં આવે છે.

કોણ હોય છે આ ‘રૅન્ટલ વાઇફ’?

એવું માનવામાં આવે છે કે મહદ્અંશે, ગરીબ ગ્રામીણ મહિલાઓ ‘રૅન્ટલ વાઇફ’ ની ભૂમિકા ભજવે છે. આ સ્ત્રીઓ બાર, કલબ કે મસાજ સેન્ટરમાં કામ કરે છે. આવા સ્થળોએ એમની મુલાકાત વિદેશી ટૂરિસ્ટ સાથે થાય છે. મોટાભાગે આર્થિક કારણોસર આ મહિલાઓ આવું કરવાનું પસંદ કરે છે. એમના માટે આ કામ પોતાની રોજીરોટી રળવાનું એક માધ્યમ છે. જો કે, આવું કામ કરવા માટે એમના પર કોઇ જ પ્રકારનું દબાણ નથી હોતું. સ્વયં, પોતાની મરજીથી જ બાંધેલા આવા હંગામી સંબંધમાં ઘણીવાર આ બંને વ્યક્તિઓ વચ્ચે એટલો મનમેળ થઇ જાય છે કે તેઓ લાંબા સમય સુધી એકબીજાનો સાથ નિભાવે છે. અમુક કિસ્સાઓમાં તો આ મૈત્રી, સમય વિતતાં, સ્થાયી સંબંધમાં પણ પરિવર્તિત થઇ જાય છે.

કઇ રીતે નક્કી થાય છે રેટ
મહિલા પાત્રના ભાડાની રકમ એની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સમયના આધારે નિયત કરવામાં આવે છે. આ ભાડાની રકમ સામાન્ય રીતે 1600 ડૉલર અર્થાત્ 1.3 લાખ રુપિયા સુધી પણ નિયત કરવામાં આવી શકે છે. કેટલીક મહિલાઓને એક અઠવાડિયા સુધી, તો અન્ય કેટલીકને અમુક મહિનાઓનું પૅકેજ લઇને ટૂરિસ્ટ દ્વારા ભાડૂતી પત્ની બનાવવામાં આવે છે.

શું આ પ્રથા કાયદેસર છે?

થાઇલૅન્ડમાં આ પ્રથા એટલી રુઢ થઇ ચૂકી છે કે આ વિષય પર એક પુસ્તક પણ છપાયું છે. જો કે, ત્યાં ‘રૅન્ટલ વાઇફ’ અંગે હાલમાં કોઇ વિશેષ કાયદો અસ્તિત્વમાં નથી.

જાપાન તથા કોરિયા છે આ પ્રથાનું જનક કહેવાય છે કે થાઇલૅન્ડથી પણ અગાઉ, જાપાન અને કોરિયા જેવા દેશોમાં આ પ્રથા પહેલેથી જ ચાલતી આવે છે. અલબત્ત, હવે એનું ચલણ ઝડપભેર વધ્યું છે એના ઘણા કારણો છે. શહેરીકરણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોની એકલતા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં, લોકો સ્થાયી સંબંધોને બદલે અસ્થાયી સંબંધો બનાવવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. થાઇલૅન્ડની સરકારે પણ સ્વિકાર્યું છે કે ‘રૅન્ટલ વાઇફ’ ની પ્રથા દેશમાં અસ્તિત્વમાં છે અને એક વ્યવસાયનું સ્વરુપ લઇ ચૂકી છે. મહિલાઓનું શોષણ ન થાય અને તમામ બાબતો એક નિશ્ચિત દાયરામાં રહે એ માટે ત્યાંની સરકાર હવે આ અંગે કાનૂની નિયંત્રણ લાવવાનું વિચારી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:શું તમે છોકરીઓનું દિલ જીતવા માંગો છો? તમે એ ખાસિયત ધરાવો છો………

આ પણ વાંચો:યુગલોએ લગ્ન પહેલા પૂછવા માટેના પ્રશ્નો, લગ્નજીવન થઈ જશે સરળ