Sabarkantha News: સાબરકાંઠામાં ભાવફેરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની માંગણી સામે સાબર ડેરીએ ઝૂકવું પડ્યું છે. પશુપાલકોની માંગણી મુજબ, સાબર ડેરીએ દૂધનો ભાવ 990 રૂપિયા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે પણ ભાવ વફેર ગયા વર્ષ જેટલો જ રહેશે. સાબર ડેરીએ પશુપાલકોને પહેલાથી જ 30 રૂપિયાનો ભાવ ફેર ચૂકવી દીધો છે અને હવે 30 રૂપિયા વધુ આપવામાં આવશે. આ સંદર્ભમાં, સાબર ડેરીના ચેરમેન અને પશુપાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ભાવ વધારાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પશુપાલકો અને ચેરમેન વચ્ચે થયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ, ઉપપ્રમુખ અને સાબર ડેરીના સ્થાનિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. બેઠકમાં દૂધ સંઘમાં દૂધ દોહન સંબંધિત બાબતો પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. પશુપાલકોએ સંવાદ સાથે પારદર્શક વહીવટ માટે પ્રેઝન્ટેશન આપ્યા હતા. અગાઉ, પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
પશુપાલકોએ ભાજપ સમર્થિત અશોક ચૌધરીને વાજબી ભાવ વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વર્ષે પણ પશુપાલકોને ગયા વર્ષે કરવામાં આવેલા ભાવ વધારા જેટલો જ ભાવ વધારો આપવામાં આવશે. હવે, ભાવ વધારા મુદ્દે નિર્ણય આવ્યા બાદ, સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો મામલો શાંત થઈ ગયો છે.
આ પણ વાંચો:બરોડા ડેરીનો વિવાદ બાદ રાજેશ પટેલે કહ્યું, ‘હું દૂધ ન ભરતો હોવા છતાં સભાસદ બન્યો હતો
આ પણ વાંચો:જશુ પટેલે પશુપાલકોને સાબર ડેરીની સામે હિંસક પ્રદર્શન માટે ઉશ્કેર્યા !
આ પણ વાંચો:ડેરી વિવાદ અંગે ચેરમેન અને MDને ગાંધીનગરનું તેડું
