Gujarat Rain News: રાજ્યમાં હવામાન વિભાગે લોકોને ચેતવણી આપતી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે. તેની સાથે તેણે આ વરસાદ તોફાની પવન સાથે પડશે તેવી આગાહી કરી છે અને 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સોરાષ્ટ્રમાં ઉપરાંત બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે.
આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા અને દાહોદમાં પણ યલો એલર્ટ છે. પંચમહાલ, આણંદ અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ડાંગ, રાજકોટ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ તથા દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ અને જામનગરના જોડીયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢ શહેર વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એક બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા 26 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલનું ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેસરમાં બદલાયુ છે. મોનસુન ટ્રફ પાકિસ્તાન, રાજસ્થાન, ઉત્તર ભારતમાં થઈને બંગાળ સુધી વિસ્તરેલ છે.
આ પણ વાંચો: ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
