Ahmedabad News: અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડીરાતથી વહેલી સવાર સુધી મેઘમહેર જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ જોવા મળ્યો છે. મણિનગર, ઘોડાસર, ઇસનપુર વિસ્તારમાં વરસાદ જોવાયા છે. આ ઉપરાંત હાટકેશ્વર ખોખરા, વટવા અને નારોલમાં પણ વરસાદ જોવા મળ્યો છે. તેની સાથે શાહીબાગ, મેમનગર, વાડજ અને ચાંદલોડિયાને પણ વરસાદે તરબોળ કર્યા હતા. આ સિવાય એસજી હાઇવે, સરખેજ, લાંભા અને બોપલમાં પણ વરસાદ પડ્યો હતો. નરોડા, નારોલ, વસ્ત્રાલ અને મોટેરામાં વરસાદ ખાબક્યો છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. વહેલી સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જ્યારે વહેલી સવારથી પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં મોડી રાત બાદ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે પણ વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ઓફિસે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં વહેલી સવારે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગોતા, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, શ્યામલ ચાર રસ્તા, સરખેજમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પશ્ચિમના બાકીના વિસ્તારોમાં ધીમીધારે સામાન્ય વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
