Banaskantha News/ પાલનપુર ન્યૂ બસપોર્ટની બહાર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લાગ્યા

પાલનપુર ન્યૂ બસ પોર્ટની બહાર નો પાર્કિંગના બોર્ડ લાગ્યા છે. બસ સ્ટેન્ડની બહાર નો પાર્કિંગનું બોર્ડ પોલીસે લગાવી દીધું છે અને તેની સાથે ટ્રાફિક પોલીસનો કંટ્રોલ પોઇન્ટ પણ ત્યાં મૂકતા લોકોની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે.

Gujarat Others Breaking News

Palanpur News: પાલનપુર ન્યૂ બસ પોર્ટની બહાર નો પાર્કિંગના બોર્ડ લાગ્યા છે. બસ સ્ટેન્ડની બહાર નો પાર્કિંગનું બોર્ડ પોલીસે લગાવી દીધું છે અને તેની સાથે ટ્રાફિક પોલીસનો કંટ્રોલ પોઇન્ટ પણ ત્યાં મૂકતા લોકોની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે. લોકોએ બસ પોર્ટની બહારની ટ્રાફિકની સમસ્યા ઉકેલાતા રાહતની લાગણી અનુભવી છે.

આ પહેલા ન્યૂ બસપોર્ટની બહાર લોકો આડેધડ વાહન પાર્કિંગ કરતા હતા. લોકો આડેધડ વાહન પાર્કિંગ કરતાં હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. તેના કારણો લોકોનો ખાસ્સો સમય ટ્રાફિક જામમાં વેડફાતો હતો. છેવટે આ અંગે લોકરજૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના લીધે લોકોએ ઘણી રાહતની લાગણી અનુભવી છે.

તેની સાથે લોકોએ જણાવ્યું છે કે પોલીસ આ ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ કાયમ માટે રાખે. તેને થોડા સમય પછી હટાવી ન લે. જો ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ હટાવી લેવામાં આવશે તો ફરી પાછી ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે.  પાલનપુરમાં બસ પોર્ટની બહારની આ ટ્રાફિક સમસ્યાએ લોકોમાં બૂમરાણ મચાવી દીધી હતી. વળી આ સ્થળ શહેરની વચ્ચેવચ આવ્યું હોવાથી લોકો માટે ત્યાંથી ગયા વગર પણ છૂટકો ન હતો. તેથી લોકો અહીં ટ્રાફિક જામની તકલીફના લીધે ખૂબ જ કંટાળી ગયા હતા. આના કારણે ઘણી વખત મારામારી સુધી પણ વાત પહોંચી જતી હતી. સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યને પણ આ તકલીફ અંગે રજૂઆત કરાઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જણાવાયું હતું. છેવટે ફરિયાદોનું પ્રમાણ વધતા તંત્રના ધ્યાન પર આ બાબત આવી હતી અને ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ મૂકીને લોકોને ટ્રાફિક જામથી છૂટકારો આપવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક બિલ્ડર સોસાયટીનું મેન્ટેનન્સ લઈ ફરાર

આ પણ વાંચો: બનાસકાંઠામાં ઈકબાલગઢ બાદ વધુ એક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો

આ પણ વાંચો: બનાસકાંઠા જીલ્લામાં ફરી મેધરાજાની જમાવાટ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી